ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનમ કપૂર જન્મદિવસ ઉજવવા પતિ આનંદ સાથે મુંબઈ પહોંચી - સોનમ કપૂરનો જન્મદિવસ

બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર મંગળવારે પોતાનો જન્મદિવસ તેના પરિવારજનો સાથે ઉજવવાની છે. સોનમ બે મહિનાથી તેના સાસરે હતી. હવે તે તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ તેના પિયર મુંબઈ આવી ગઈ છે.

સોનમ કપૂર જન્મદિવસ ઉજવવા પતિ આનંદ સાથે મુંબઈ પહોંચી
સોનમ કપૂર જન્મદિવસ ઉજવવા પતિ આનંદ સાથે મુંબઈ પહોંચી

By

Published : Jun 8, 2020, 9:43 PM IST

મુંબઈ: લોકડાઉનના બે મહિના દિલ્લીમાં વિતાવ્યા બાદ બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર આહુજા મુંબઈ પહોંચી ગઈ છે.

9 જૂને સોનમનો જન્મદિવસ છે પરંતુ પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા જ સોનમ તેના પતિ આનંદ સાથે તેના પિયર મુંબઈ પહોંચી હતી. સોનમે તેની બહેન સાથેનો ફોટો સોશીયલ મીડિયા પર શેર કરતા કેપશનમાં લખ્ય, “મારી બહેનને મળી છું. આભાર મારા અસાધારણ પતિ.”

આ વાતનો થોડા સમય પહેલા જ સોનમે સંકેત આપી દીધો હતો. તેણે લખ્યું હતું કે, “મારી બધી બેગ પેક થઈ ગઈ છે અને હું જવા તૈયાર છું. હું ટ્રાવેલિંગ મિસ કરું છુ.”

છેલ્લે સોનમ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details