મુંબઇ: હિન્દી અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ તેમના જન્મદિવસ પર ચાહકોને સૌથી મોટી ભેટ આપી હતી. ટીવી અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેની ફેબ્રુઆરીમાં કૃણાલ બેનોડેકર સાથે સગાઈ થઈ છે.
અભિનેત્રીએ તેમના જન્મદિવસના અંત સુધીમાં ફોલોઅર્સને સગાઈની વાત કરીને ચોંકાવી દીધા હતા. સાથે જ કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં અભિનેત્રી તેના મંગેતર સાથે જોવા મળી રહી છે.
તસવીરો પોસ્ટ કરતાં અભિનેત્રીએ લખ્યું હતું કે, 'મારો જન્મદિવસ પૂરો થાય તે પહેલાં, હું વિશેષ જાહેરાત કરવા માંગુ છું .. તો મળો મારા મંગેતર કુણાલ બેનોડેકરને. @keno_bear' આ પછી, તેમણે મરાઠીમાં લખ્યું હતું કે, તેમણે 2 ફેબ્રુઆરી, 2020 ના રોજ સગાઈ કરી હતી.