ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ, આ દર્દની દવા આપતી જોવા મળશે સોનાક્ષી - Bollywood News

મુંબઈઃ સોનાક્ષી સિન્હા જલ્દી જ ફિલ્મ 'ખાનદાની શફાખાના'માં જોવા મળશે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો હતો. શુક્રવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. જે ઘણુ મસ્તી અને રમૂજી ભર્યું છે.

khandani shafakhana

By

Published : Jun 21, 2019, 7:43 PM IST

Updated : Jun 21, 2019, 8:59 PM IST

'ખાનદાની શફાખાના' ગિપ્ત જ્ઞાનની વાતો સાર્વજનિત કરવાની કહાની કહેવા વાળી ફિલ્મ જોવા મળે છે. ફિલ્મમાં સેક્સના મુદ્દાને થોડોક અલગ અંદાજમાં ઉઠાવવામાં આવ્યો છે.

ટ્રેલરની શરૂઆત હિન્દી સિનેમામા આર્યપુત્રના વીર્યદાન લેઈને આવનાર અન્નુ કપૂરથી થાય છે. મામાજીના મૃત્યુની સૂચનાની સાથે જાણકારી એવી છે કે, તેમના ખાનદાની શફાખાના બેબી બેદી એટલે સોનાક્ષીને મળવાની છે. શર્ત એવી છે કે, બેબીને આ ગુપ્ત રોગ ક્લીનિક છ મહિના ખુદને ચલાવવુ પડશે.

હવે સોનાક્ષી સેક્સની સમસ્યાની દવા વેચવા નિકળે છે. પરંતુ શર્મના કારણે કોઈ પણ આ મુદ્દે પર વાત જ નથી કરવા માગતા. ત્યાર બાદ સોનાક્ષી નિર્ણય લેય છે કે, આ મુદ્દા પર ખુલીને વાત થવી જોઈએ અને તે આ પ્રયાસમા કરતી જોવા મળે છે.

ટ્રેલરમાં સોનાક્ષી સિન્હાના સાથે વરુણ શર્મા પણ છે. ટ્રેલર જોઈને સમજી શકાય છે કે, વરુણ સોનાક્ષીના ભાઈનો કિરદારમાં છે. બન્નેની ભાઈ-બહેન વાળી કેમિસ્ટ્રી કમાલની છે.

ફિલ્મમાં રૈપર બાદશાબ પણ જોવા મળશે. બૉલીવુડમાં અભિનેતા તરીકે ડેબ્યુ કરી રહેલા બાદશાહની એન્ટ્રી ટ્રેલરના હાઇપોઇન્ટમાં છે. ફિલ્મ 'ખાનદાની શફાખાના' 26 જુલાઈના રિલીઝ થશે.

Last Updated : Jun 21, 2019, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details