મુંબઇ: બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ચાહકોએ ફરી PPE કીટનું દાન કરી રહ્યાં છે. અગાઉ પૂણેની એક હોસ્પિટલમાં ચેરિટી કર્યા બાદ અભિનેત્રીના ફેન ક્લબ દ્વારા મુંબઈની કેજે સોમૈયા હોસ્પિટલ માટે PPE કીટનું વિતરણ કરાયું હતું.
સોનાક્ષી ઇન્સ્ટાગ્રામ આ સાથે જોડાયેલી કેટલાક ફોટા સોશિલ મીડિયા પર શેયર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, "આજે વધુ PPE કીટ રવાના કરવામાં આવી છે! તમે લોકો શ્રેષ્ઠ છો!"