મુંબઈ: સોનાક્ષી સિન્હાએ પોતાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પોતાની પાર્ક કરેલી કારમાં બેઠેલી જોવા મળી હતી. અભિનેત્રી જણાવી રહી છે કે, તેણે પોતાના જૂના દિવસોને યાદ કરવા આમ કર્યું હતું.
દેશભરમાં કોરોના વાયરસની કડીને તોડવા લોકો પોતાના ઘરોમાં બેઠાં છે. આવી સ્થિતિમાં લોકોને પોતાના જુના દિવસો યાદ આવી રહ્યા છે. કંઇક આવો જ હાલ, અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો છે.
સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેને ચશ્માની સાથે સફેદ રંગનું ટી- શર્ટ પહેરીને કારમાં બેઠેલી જોઇ શકાય છે. આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રી લખે છે, ' કોરોન્ટાઇનનો 34 મો દિવસ : આજે પોતાની પાર્ક કરેલી કારમાં બેઠી, ફકત યાદ કરવા માટે કે કેવું લાગે છે. #સનડેસેલ્ફી '
અભિનયની વાત કરીએ તો, સોનાક્ષી છેલ્લી વખત સલમાન સાથે ફિલ્મ દબંગ 3 માં જોવા મળી હતી. આગામી સમયમાં તે 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' માં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, સંજય દત, શરદ કેલ્કર,એમી વિર્ક, પ્રણીતા સુભાષ પણ છે.