ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં કરે છે ટ્રોલર્સનો સામનો - સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં ટ્રોલર્સનો સામનો કરે છે

સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં ટ્રોલર્સનો સામનો કરે છે. આ વાતનો ખુલાસો તેણે તેના ટ્વીટર હેન્ડલ પર તેના ફેન્સ સાથેના ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન કર્યો હતો. ફેન્સ દ્વારા જયારે તેના ટ્વીટર પ્રોફાઈલના બેકગ્રાઉન્ડ પિક્ચર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના બેકગ્રાઉન્ડ પિક્ચરનો અર્થ એવો થાય છે કે ટ્રોલર્સને કેવીરીતે જવાબ આપવો.

સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં કરે છે ટ્રોલર્સનો સામનો
સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં કરે છે ટ્રોલર્સનો સામનો

By

Published : Jun 7, 2020, 7:28 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ શનિવારની સાંજે પોતાના ફેન્સ સાથે ટ્વીટર પર એક ઇન્ટરેક્ટિવ સેશન કર્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તે કેવીરીતે ટ્રોલર્સનો સામનો કરે છે.

સોનાક્ષીએ કહ્યું કે તેની ટ્વીટર પ્રોફાઈલના બેકગ્રાઉન્ડ પિક્ચરનો મતલબ જ એ થાય છે કે ટ્રોલર્સને કેવીરીતે જવાબ આપવો, આ પિક્ચરમાં સોનાક્ષીએ તેની બંને આંખો બંધ કરી છે અને કાનમાં બંને આંગળીઓ ખોસી ન સાંભળતી હોય તેવો પોઝ આપ્યો છે.

સોનાક્ષી સિંહા તેના ખાસ અંદાજમાં કરે છે ટ્રોલર્સનો સામનો

તો એક ફેને સોનાક્ષીની લંબાઈ જાણવાની ઈચ્છા જણાવી, જેના જવાબમાં તેણે કહ્યું, ''મારી લંબાઈને લઈને ઘણા લોકોને સવાલો થાય છે , ચાલો આજે તેનો પણ ઉકેલ લાવી દઈએ, હું ઘણી લાંબી છું.''

છેલ્લે સલમાન ખાન સાથે દબંગ-3માં જોવા મળેલી સોનાક્ષી હવે 'ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ, સંજય દત્ત, શરદ કેલકર જેવા કલાકારો જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details