ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનાક્ષી સિન્હા અને ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી ઈન્સ્ટાગ્રામની લડાઈ પોલીસ મથકે પહોંચી - vivek agnihotri sonakshi sinha row

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ સોનાક્ષી સિન્હાને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અભિનેત્રીએ મુંબઈ પોલીસને જાણ કરી.

sonakshi-sinha-fires-back-at-vivek-agnihotri-trolling-amid-lockdown
સોનાક્ષી સિન્હાએ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને કર્યો ખામોશ !

By

Published : Apr 13, 2020, 11:47 PM IST

મુંબઈ : ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ સોનાક્ષી સિન્હાને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અભિનેત્રીએ મુંબઈ પોલીસને જાણ કરી.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર સોનાક્ષી સિન્હાના ફોટાને શેર કરીને કહ્યું કે, 'આ સમયે કોણ શૂટિંગ કરે છે?'

અભિનત્રીએ જવાબ આપ્યો કે, 'નિર્દેશક અને ફિલ્મ સંગઠનના સદસ્ય હોવાને નાતે તમને ખબર હોવી જોઈએ કે અત્યારે લૉકડાઉન છે. અત્યારે કોઈ શૂટિંગ નથી થઈ રહી.'

વધુમાં સોનાક્ષીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'આ ફોટો 5 નવેમ્બર 2019નો છે.'

અભિનેત્રીએ મુંબઈ પોલીસને ટેગ કરીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પોતાની ભૂલ સમજાતા કહ્યું કે, 'આ મીડિયા હાઉસ પર કટાક્ષ હતો, તમારા પર નહિ.'

ABOUT THE AUTHOR

...view details