ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોના મોહાપાત્રા હેલ્થકેર કાર્યકરો માટે મ્યૂઝિકલ વેબિનાર હોસ્ટ કરશે - મ્યુઝિકલ વેબિનાર

ડોકટરો અને નર્સો સહિતના તમામ કોરોના વોરિયર્સના ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે સોના મોહાપત્રા એક મ્યૂઝિકલ વેબિનાર (ઇન્ટરનેટ દ્વારા આયોજિત)નું આયોજન કરવા જઈ રહી છે. જેમાં તે તેના સૌથી લોકપ્રિય ગીતો ગાશે.

સોના મોહપત્રા
સોના મોહપત્રા

By

Published : May 14, 2020, 3:25 PM IST

મુંબઇ: પ્રખ્યાત ગાયિકા સોના મોહાપત્રાએ પોતાના મ્યૂઝિક વેબિનાર દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. તેનો આ કાર્યક્રમ 15 મે શુક્રવારના રોજ યોજાશે.

આ કાર્યક્રમમાં તે 90 મિનિટની પ્રસ્તુતિમાં સોના 'અંબરસરીયા', 'નૈના', 'બેખોફ' અને 'રૂપૈયા' જેવા તેના લોકપ્રિય ગીતો ગાશે અને તે તેના ઘરે બનાવેલા સ્ટુડિયો તારાશામાં તેમની સાથે વાતચીત કરશે.

સોના આ વિશે કહે છે, 'અમારા ડોકટરો અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારી ખરેખર નાયકો અને યોદ્ધા છે, જેમને આપણા પ્રેમ અને ટેકાની જરૂર છે. તેઓ તેમની ફરજ કરતા વધારે કામ કરી રહ્યા છે. કારણ કે, તેમની ઉપલબ્ધતા જરૂરિયાત કરતા ઓછી છે. આ એક ખૂબ જોખમી કામ છે, જ્યાં તેઓ વાઈરસના સીધા સંપર્કમાં આવે છે, જીવન અને મૃત્યુની વચ્ચે માનવ જીવનની નાજુકતાનો અનુભવ કરે છે. '

આગળ વાત કરતા સોના કહે છે કે, 'આવી સ્થિતિ માટે કંઈ પણ માણસને સંપૂર્ણ રીતે તૈયાર કરી શકતું નથી. હું તેમનું મનોરંજન કરવા માંગું છું, તેમનું સન્માન કરું છું અને તેઓને કહું છું કે અમે તેમના માટે કઇ હદે આભારી છીએ કે તેઓ દરરોજ અમારા માટે કામ કરવા જવા માટે ઉભા છે. તેમના આ કાર્ય માટે તેમને હિંમત અને કટિબદ્ધતાની જરૂર છે અને હું તેમને વિશેષ લાગે તે માટે મારા વતી કંઈક કરવા માંગતો હતો.

ABOUT THE AUTHOR

...view details