મુંબઈ: સિંગર સોના મોહાપાત્રા સંગીતપ્રેમીઓને અનુરોધ કર્યો છે કે, સંગીત મફતમાં સાંભળવાને બદલે સંગીત કલાકારોને તેનું મહેનતાણું મળવું જોઈએ.
જો તમે સંગીતની કદર કરતા હોય તો કલાકારોને પૈસા ચૂકવો: સોના મોહાપાત્રા
સોના મોહાપાત્રાનું કહેવું છે કે, સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારોને યોગ્ય મહેનતાણું મળવું જોઈએ. જો તમે કલાકારોના પ્રશંસક હોય તો તમને ખ્યાલ હોવો જોઇએ કે કલાકારો કઈ રીતે તેમનું ગુજરાન ચલાવે છે.
સોનાએ કહ્યું, "ભારતમાં એવો ટ્રેન્ડ નથી કે કલાકારોને તેમના સંગીત માટે નાણાં મળે. આપણે માનીએ છીએ કે સંગીત મફતમાં ઉપલબ્ધ થવું જોઈએ. શહેરી ભારતીયો 300 રૂપિયાની કોફી લેતા હોય છે, બ્રાન્ડેડ કપડાં, કાર ખરીદતા હોય છે પરંતુ આપણને સંગીત મફતમાં જોઈએ છે, કેમ? પછી તે સ્ટ્રીમિંગ હોય, ડાઉનલોડ હોય, વેબીનાર હોય, એવું કેમ?
જો તમે કોઈ કલાકારોના પ્રશંસક છો તો તમને એ જાણવાની દરકાર હોવી જોઈએ કે તેનું ગુજરાન કાઈ રીતે ચાલે છે કેમ કે કોરોના દિવસો એક કલાકાર માટે અઘરા સાબિત થઇ રહ્યા છે. કોઈ સામેથી પૈસા નહી માંગે પણ એવા ગાયકો જે સ્ટેજ શો, કોન્સર્ટ દ્વારા કમાણી કરે છે તેમને જરૂર છે. ભલે તે એક નાની રકમ હોય પણ તેને મદદ કરો."