ગુજરાત

gujarat

વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મવિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

By

Published : Jul 10, 2020, 6:48 PM IST

વિતેલા જમાનાની પ્રખ્યાત જાજરમાન અભિનેત્રી અને બોલિવૂડના લોકપ્રિય દાદી ઝોહરા સેહગલનું વર્ષ 2014ની 10મી જુલાઈએ 102 વર્ષની વયે નિધન થયું હતું. તેમની ઉંમર ભારતીય સિનેમા કરતા પણ એક વર્ષ વધુ હતી, કેમકે પહેલી ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ 1913માં આવી હતી અને તેમનો જન્મ 1912માં થયો હતો.

વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મ વિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ
વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મ વિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય દાદી ઝોહરા સેહગલ 27 એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુર માં જન્મ્યા હતા. તેમણે એક નૃત્યાંગના તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મ વિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

પારંપરિક મુસલમાન પરિવારમાં જન્મેલા ઝોહરાએ લાહોરની મેરી ક્વીન કોલેજમાં શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે બ્રિટનમાં અભિનયની તાલીમ લીધી અને જર્મનીમાં નૃત્યની તાલીમ લીધી હતી.

વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મ વિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

તેમનું નાનપણનું નામ સાહેબઝાદી ઝોહરા બેગમ મુમતાઝ ઉલ્લા ખાન હતું. તેમણે વર્ષ 1946માં પહેલી ફિલ્મ 'ધરતી કે લાલ' માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેમણે 'બાઝી', 'સીઆઇડી', 'આવારા', ‘નૌ દો ગ્યારહ’ જેવી ફિલ્મો માટે કોરીયોગ્રાફી કરી હતી. તેમણે દેવ આનંદના ભાઇ ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર 'માં પણ કામ કર્યું.

વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મ વિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

સાત ભાઈ બહેનોમાંથી ત્રીજા નંબરના ઝોહરા નાનપણથી જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તેઓ વર્ષ 1945માં 400 રૂપિયાના પગાર સાથે પૃથ્વી થિયેટરમાં જોડાયા અને ભારતના ખૂણેખૂણામાં થિયેટરના શો કર્યા. ઇપ્ટામાં પણ તેઓ સક્રિય હતા. નૃત્ય અને રંગમંચની દુનિયામાં 14 વર્ષ સુધી કામ કર્યા બાદ વૃદ્ધત્વ સુધી તેઓ ફિલ્મી દુનિયાનો અભિન્ન ભાગ રહ્યા.

બોલીવૂડ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે નામના મેળવી. 1982માં જેમ્સ આઇવરી ની ફિલ્મમાં તેમજ અનેક બ્રિટિશ ફિલ્મો અને શોમાં તેમણે કામ કર્યુ. પાકિસ્તાનમાં તેમનો શો ‘એન ઇવનિંગ વિથ ઝોહરા શો’ સુપરહિટ સાબિત થયો.

બોલિવૂડના દાદી તરીકેની સફરમાં પણ તેમણે 'દિલ સે ', 'હમ દિલ દે ચૂકે સનમ', 'સાયા', 'વીર-ઝારા', 'સાંવરિયા' , 'ચીની કમ ' જેવી ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી. તેઓ એક જ એવા કલાકાર છે જેમણે બોલીવૂડની વીતેલી પેઢીના પૃથ્વીરાજ કપૂરથી માંડીને મહાનાયક અમિતાભ બચ્ચન તથા હાલની પેઢી એવા રણબીર કપૂર સાથે પણ કામ કર્યું. 2012માં તેમની પુત્રી કિરણે 'ઝોહરા સેહગલ: ફેટી' નામથી તેમની આત્મકથા લખી.

તેમને વર્ષ 1998માં પદ્મશ્રી, 2001માં કાલિદાસ સન્માન ,2004માં સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યા હતા. સંગીત નાટક અકાદમી તરફથી તેમને લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અને ફેલોશિપ પણ મળ્યા હતા.

2010માં તેમને દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એનાયત થયો. 10 જુલાઇ 2014ના રોજ હૃદયરોગના હુમલાથી 102 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

ABOUT THE AUTHOR

...view details