મુંબઇ : રફીસાહેબે ભારતની વિવિધ ભાષાઓ જેવી કે હિન્દી, કોંકણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડીયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તેલુગુ, મધી, મૈથિલી, આસામી જેવી ભાષામાં શ્રેષ્ઠ ગીતો ગાયા છે. કેટલાક ગીતી અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ ગાયા હતા. તેમના વિશે કહેવાતું કે તમે કોઇ એક લાઇન બોલો એટલે તે તેને જુદી જુદી 100 થી વધુ રીતે ગાયને બતાવી શકે.
રફીનો જન્મ પંજાબના કોટલા સુલ્તાન સિંહ ગામમાં 24 ડિસેમ્બર 1924માં થયો.એક મધ્યમવર્ગીય મુસલમાન પરિવારમાં જન્મેલા રફી એક ફકીરના ગીતોને સાંભળતા હતા જેનાથી તેમના દિલમાં સંગીત પ્રત્યે એક અતૂટ લગન જન્મી. અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીને ગાયક બનવાની પ્રેરણા એક ફકીર પાસેથી મળી હતી.રફીના મોટા ભાઈ હમીદે મોહમ્મદ રફીના મનમાં સંગીત પ્રત્યે વધતો ઉત્સાહ ઓળખી લીધો હતો અને તેમણે આ રસ્તે આગળ વધવા પ્રેરિત કર્યા.
1944 માં રફી મુંબઇ આવ્યા તેઓ ભીંડી બજારના ગીચ વિસ્તારમાં નાનાકડી રૂમમાં રહેતા હતા. બાદમાં કવિ તન્વીર નકવી એ તેમને એ જમાના નિર્માણા અબ્દુલ રશિદ કારદાર, મહોબુબ ખાન અને અભિનેતા દિગ્દર્શક નઝીર સાથે ઓળખાણ કરાવી. ચોપાટીના દરિયા કિનારે સવારે રિયાઝ કરતા હતા. શ્યામ સુંદર મુંબઇમાં હતા તેમણે જી.એમ. દુરાની સાથે ‘ગાંવકી ગોરી’ ફિલ્મમાં યુગલ ગીત ‘અજી દિલ હો કાબુમે…’ તક આપી જે હિન્દી ફિલ્મમાં રફીનું પ્રથમ ગીત હતું.
1944માં મહાત્મા ગાંધીની હત્યા બાદ હુશ્નલાલ ભગતરામ, રાજેન્દ્ર ક્રિશ્ર્ન, રફીના જુથે રાતો રાત ‘સુનો સુનો ઓ દુનિયાવાલે બાપુ કી યે અમર કહાની’ ગીત તૈયાર કર્યુ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આ ગીત ગાવા માટે ગાંધીજીના ઘરે બોલાવવામાં આવ્યા હતા. આજ વર્ષે સ્વતંત્રતા પર્વે રફી સાહેબને મેડલ અપર્ણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ પછી તો રફી સાહેબના નોન સ્ટોપ ગીતો શરૂ થયા. જેમાં 1949 માં સંગીતકાર નૌશાદ સાથે ‘ચાંદની રાત’, દિલ્લગી અને શ્યામ સુંદર સાથે દુલારી, બાઝાર, તેમજ હુશ્નલાલ ભગતરામ સાથે ‘મિના બઝાર’ફિલ્મમાં ગીતો ગાય. ‘હિન્દુસ્તાન કે હમ હૈ’ રફીનું નૌશાદ સાથેનું પ્રથમ ગીત હતું તેમણે બે ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો, જેમાં 1945માં ‘લૈલા મજનું’ તથા સમુહગાનમાં તેઓ રૂપેરી પરદે જોવા મળ્યા હતા.
1946 માં શાહજહાન, અણમોલ ઘડી, 1947 માં જુગ્નુ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા ભાગલા બાદ રફીસાહેબ ભારતમાં જ રોકાઇ જવાનો નિર્ણય કર્યો. રફીએ તે સમયના સાયગલ, તલક મહેમુદ અને જી.એમ. હુશેની ખુબ જ પ્રભાવિત થયા હતા. અબા બધાની શૈલી રફીમાં જોવા મળતી હતી 1959 માં હમ સબ ચોર હે, જે 1950 માં બેકસુર જેવી ફિલ્મોથી સફળતા મળવા લાગી.