મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવા જઇ રહી છે. આ અવસર પર તેની નણંદ અને સેફની બહેન સોહા અલી ખાને શુભેચ્છા આપી હતી. કરીના કપૂરે બીજી પ્રગેન્સીની જાણકારી બુધવારના રોજ બપોરે આપી હતી.
સેફ-કરીના ફરી માતા-પિતા બનશે, સોહા અલીએ આપી શુભેચ્છા - સોહા અલી ખાન
અભિનેત્રી કરીના કપૂર અને પતિ સેફ અલી ખાન ફરી એકવાર માતા-પિતા બનવા જઇ રહ્યાં છે. આ ખાસ અવસર પર સેફની બહેન સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી બંને શુભેચ્છા આપી હતી.
સેફ-કરીનાએ ચાહકોને આપ્યા ગુડ ન્યૂઝ
સોહાએ પોતના ઇન્સ્ટાગ્રામ પર ભાઇ સેફ અલી ખાનની એક તસવીર શેર કરી હતી. જેમાં કેપ્શનમાં લખ્યું કે, "અભિનંદન કરીના કપૂર ખાન. સુરક્ષિત અને સ્વસ્થ રહો." આ પહેલાં બુધવારે કરીના અને સેફ અલી ખાને એલાન કર્યું કે, અમારા પરિવારમાં એક અન્ય સદસ્ય આવી રહ્યું છે.