મુંબઇ: શોભિતા ધૂલિપાલા થઇ રહેલા સેલ્ફ શોટ મેગેઝિનના કવર વિવાદને રોકવા માટે એક મોટો જવાબ આપ્યો છે.
શોભિતાએ જણાવ્યું હતું કે મેગેઝિનમાં જે બધી તસવીરો દર્શાવવામાં આવી છે તે પોતે જ લીધી છે અને વાયરલ ફોટામાં દેખાતો માણસ એક અજાણી વ્યક્તિ છે જેણે તસવીર લેવાની ઓફર કરી હતી.
જોકે, ઘણા લોકો શંકા કરવા લાગ્યા કે જ્યારે તેની તસ્વીરમાં બીજો એક વ્યક્તિ છે ત્યારે શોભિતાએ જાતે મેગેઝિન માટે કવર શુટ કેવી રીતે કર્યું?
સોશિયલ મીડિયા પર થયેલા વિવાદ બાદ અભિનેત્રીએ પોતાનો જવાબો સાથે એક લેટર પોસ્ટ કર્યો.
જે તસ્વીર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેમાં શોભિતા તેની છત પર દિવાલને અડીને ડાર્ક શર્ટમાં પોઝ દેતી જોઇ શકાય છે.