હાલ, અક્ષય કુમાર અને કરીના કપૂર ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું પ્રમોશન કરી રહ્યાં છે. જેની માટે તેઓ 'દ કપિલ શર્મા શૉ'માં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ફિલ્મની શૂટીંગ દરમિયાન કરીના સાથે કરેલા મજાકના મજેદાર કિસ્સાઓ જણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, "કરીના એક સીન કરી રહી હતી. જેમાં તેણે એક બાળકને બહાર કાઢવાનો હતો. તે જોરથી બૂમો પાડી રહી છે. સાથે મારી પર થૂકી રહી હતી."
'ગુડ ન્યૂઝ' ફિલ્મની શૂટીંગ દરમિયાન અક્ષયે કરીના સાથેની મજાકના કિસ્સા કર્યા શેર... - કરીના કપૂર ન્યૂઝ
મુંબઈઃ અભિનેતા અક્ષય કુમાર ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું પ્રમોશન કરવા માટે 'દ કપિલ શર્મા શૉ'માં પહોંચ્યા હતાં. ત્યાં તેમણે કરીના કપૂર ખાન વિશેના મજેદાર કિસ્સાઓ જણાવ્યા હતાં. અક્ષયે જણાવ્યું હતું કે, ફિલ્મની શૂટીંગ દરમિયાન કરીના અનેકવાર તેમના પર થૂકી હતી. એટલે તેમને ફરીથી મેકઅપ કરવો પડ્યો હતો.
'ગુડ ન્યૂઝ' ફિલ્મ
આ કૉમેડી ચેટ શૉ પરઅક્ષય સાથે તેમની સહકલાકાર કરીના, દલજીત દોસાંજ અને કિયારા અડવાણીની જોવા મળી હતી. આ શૉએ હાલમાં જ 100 એપિસોડ પૂરા કર્યા છે. જેના વિશે વાત કરતાં અક્ષયે જણાવ્યું હતું કે, "મને ખુશી છે કે, શૉએ 100 એપિસોડ પૂરાં કર્યા છે. જેના જશ્નનો હું ભાગ બન્યો છું. હું ઈચ્છું છું કે, કપિલ હંમેશા આવી જ રીતે લોકોમાં ખુશી ફેલાવતો રહે. મારી મા પણ આ શૉને ખૂબ જ પંસદ કરે છે."