લાંબા સમયથી બોલીવુડ પડદા પરથી ગાયબ રહેલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસની ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' થી બોલીવુડમાં કમબેક કરી રહી છે. દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાયે સમયથી બોલીવૂડથી બ્રેક લીધો હતો. તો હવે તેના ફેન્સને તેની અપકમિંગ બોલીવુડ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' ની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ પ્રિયંકાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. નક્કી કરવામાં આવી રહ્યું છે કે, આ લુક પ્રિયંકાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' નો છે.
વાયરલ થઈ રહેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં પ્રિયંકાની બોબ કટ હેયર સ્ટાઈલ છે. સાથે જ તેણીએ સેમી ફોર્મલ આઉટફિટ પહેર્યુ છે. ફોટોમાં પાઉટ કરતી પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકાના ફેંસનું કહેવું છે કે, આ તેમની અપકમિંગ બોલીવુડ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' નો લુક હોય શકે છે.