ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સિંગર જુબિન નૌટિયાલના મ્યુઝિક વીડિયો આલ્બમનું ઉદેપુરમાં શૂટિંગ - ઉદેપુરમાં મ્યુઝિક વીડિયો આલ્બમનું શૂટિંગ

જુબિન નૌટિયાલ ઉત્તરાખંડમાં રહે છે. જે કેટલીય સુપરહિટ ફિલ્મોમાં પોતાની અવાજનો જાદુ ફેલાવી ચૂક્યો છે. જે અત્યારે ઉદયપુરમાં એક મ્યૂઝિક વીડિયો આલ્બમનું શૂટિંગ કરી રહ્યો છે.

rajasthan
ઉદેપુરમાં મ્યુઝિક વીડિયો આલ્બમનું શૂટિંગ કરી રહ્યો છે. સિંગર જુબિન નૌટિયાલ

By

Published : Sep 2, 2020, 8:06 AM IST

દેહરાદૂન: જાણીતા સિંગર જુબિન નૌટિયાલ આ દિવસો રાજસ્થાનમાં છે. જ્યાં તે પોતાનો આગામી મ્યૂઝિક વીડિયો આલ્બમનું શૂટિંગ કરી રહ્યો છે. કોરોના વાઇરસ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે. ત્યારે આ દિવસોમાં ઉદયપુર શૂટિંગ માટે બોલીવૂડની પ્રથમ પસંદગી બની રહ્યું છે. લોકડાઉન બાદ અહિંયા ફરીથી ફિલ્મી સિતારાઓએ આવવાનું શરૂ કરી દીધું છે.

જુબિન નૌટિયાલ પણ પોતાના મ્યૂઝિક આલ્બમનું શૂટિંગ કરવા ઉદયપુર પહોંચ્યો છે. તેની સાથે મોડલ સાક્ષી મલિક અને બિગ બોસના અન્ય જાણીતા કલાકાર પણ ઉદયપુર આવ્યા છે. ઉદયપુરના લાલઘાટ સહિત શહેરના અન્ય લોકેશન પર આલ્બમનું શૂટિંગ થઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details