ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હિન્દી સિનેમાની Singer Niti Mohanએ આપ્યો બાળકને જન્મ, પહેલો ફોટો કર્યો શેર - ગાયિકા નીતિ મોહનના બાળકનો પહેલો ફોટો

હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા નીતિ મોહને ( Singer Niti Mohan ) બાળકને જન્મ આપ્યો છે. નીતિ મોહન અને તેમના પતિ અભિનેતા નિહાર પંડ્યાએ સોશિયલ મીડિયા પર તેમના બાળકનો પહેલો ફોટો (Photos) શેર કર્યો હતો. નીતિ મોહને ઈન્સ્ટાગ્રામ ( Instagram ) અને ટ્વિટર (Tweeter) પર પોતાના બાળક સાથે પહેલો ફોટો ( First photo ) શેર કર્યો હતો, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

હિન્દી સિનેમાની Singer Niti Mohanએ  આપ્યો બાળકને જન્મ, પહેલો ફોટો કર્યો શેર
હિન્દી સિનેમાની Singer Niti Mohanએ આપ્યો બાળકને જન્મ, પહેલો ફોટો કર્યો શેર

By

Published : Jun 19, 2021, 4:51 PM IST

Updated : Jun 19, 2021, 6:04 PM IST

  • ગાયિકા નીતિ મોહને બાળકને જન્મ આપ્યો
  • નીતિ મોહને બાળક સાથેનો પહેલો ફોટો કર્યો શેર
  • નીતિ મોહને પોતાના બાળકનું નામ આર્યવીર રાખ્યું

અમદાવાદઃ હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા નીતિ મોહને બાળકને જન્મ આપ્યો છે ત્યારે નીતિ મોહને ( Singer Niti Mohan ) બાળક સાથેનો તેનો ( First photo ) પહેલો ફોટો ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર શેર કર્યો છે. આ ફોટોમાં નીતિ મોહન પોતાના પતિ નિહાર પંડ્યા અને બાળક સાથે જોવા મળી રહી છે. આ સાથે જ બંનેએ બાળકનું નામ 'આર્યવીર' રાખ્યું છે. આ ફોટોમાં (Photos) નીતિ મોહન પોતાના બાળક સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ સાથે જ નીતિ મોહન ( Singer Niti Mohan ) અને નિહાર પંડ્યાએ એક સાથે પોતાના બાળકનો હાથ પકડી રાખ્યો છે તે ફોટો (Photos) પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Preity Zinta એ કરી લદ્દાખમાં શૂટિંગની યાદગાર વાત! 'લક્ષ્ય' ફિલ્મના 17 વર્ષ પૂર્ણ થતાં વીડિયો શેર કર્યો

અનેક કલાકારોએ નીતિ મોહનને શુભેચ્છા પાઠવી

નીતિ મોહને ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર પોતાના બાળક સાથે ફોટો (Photos) શેર કર્યો હતો, જેમાં કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, આર્યવીરના નાના હાથ પકડવા એ અત્યાર સુધીનો સૌથી જ કીમતી સ્પર્શ છે, જે આજે અનુભવ્યો છે. આર્યવીરે અમને માતાપિતા તરીકે પસંદ કર્યા છે. આર્યવીરના જન્મથી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ.

બંનેએ બાળકનું નામ 'આર્યવીર' રાખ્યું છે

આ સાથે જ હિન્દી સિનેમાના અનેક કલાકારોએ નીતિ મોહનને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, નીતિ મોહને ( Singer Niti Mohan ) પોતાના ગીતોથી એક અલગ જ જગ્યા બનાવી છે. બાહુબલીમાં નીતિ મોહને ગાયેલું 'ખોયા હૈ' ગીત પણ તેના તમામ ગીતોની જેમ ખૂબ જ પ્રખ્યાત થયું હતું.

આ પણ વાંચોઃ 'ભાઈ ભાઈ' ફેમ ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ કઈ રીતે કર્યું વરસાદનું સ્વાગત ? જાણો...

Last Updated : Jun 19, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details