ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સિંગર ફાજિલપુરિયા અને બાદશાહનું નવું સોન્ગ 'હરિયાણા રોડવેઝ' થયું રિલીઝ - 2016ના સુપરહિટ ગીત 'ચૂલ' માં

તાજેતરમાં જ 'હરિયાણા રોડવેઝ' નામનું એક સોંગ રિલીઝ થયું છે. જે ફાજિલપુરિયા અને બાદશાહ દ્વારા બનાવવામાં આવ્યું છે. બાદશાહ સાથે કામ કરવા અંગે ફાજિલપુરિયા કહે છે કે, હું અને બાદશાહ હંમેશાં એક નવો ટ્રેન્ડ શરૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

સિંગર ફાજિલપુરિયા અને બાદશાહનું નવું સોંગ 'હરિયાણા રોડવેઝ' થયું રીલીઝ
સિંગર ફાજિલપુરિયા અને બાદશાહનું નવું સોંગ 'હરિયાણા રોડવેઝ' થયું રીલીઝ

By

Published : Aug 5, 2020, 9:02 PM IST

મુંબઇ: સિંગર ફાજિલપુરિયાના કેહવા પ્રમાણે, રેપ સ્ટાર બાદશાહ સાથે કામ કરતા દરમિયાન તેનું બેસ્ટ વર્ઝન બહાર આવે છે. ફાજિલપુરિયાએ 'હરિયાણા રોડવેઝ' માટે બાદશાહ સાથે મળીને કામ કર્યું છે. આ પહેલા બંને કલાકારોએ 2016ના સુપરહિટ ગીત 'ચૂલ'માં સાથે કામ કર્યું હતું.

ફાજિલપુરિયાએ IANSને કહ્યું કે, "હું જ્યાંથી છું, મારા મૂળને કારણે સંગીતમાં મારી પ્રેરણા અને જુનૂન હંમેશાથી રહ્યા છે. બાદશાહ સાથે કામ કરવું એ હંમેશાં મારા દ્વારા કરવામાં આવેલું કાર્યનું ઉત્તમ સંસ્કરણ છે. તેમાં કોઈ શંકા નથી કે અમારું સંયોજન સર્વોપરી અને બોક્સની બહાર છે. કારણ કે, અમે સમાન વિચાર પ્રક્રિયા અને ક્ષમતા સાથે કામ કરીએ છીએ. અમે હંમેશા એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે એક નવો ટ્રેન્ડ શરૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ."

'હરિયાણા રોડવેઝ' અંગે તેમણે કહ્યું કે, "હું હરિયાણાનો છું અને 'હરિયાણા રોડવેઝ' એ લગભગ દરેક વ્યક્તિનો એક ભાગ છે, જેણે હરિયાણામાં જાહેર પરિવહન દ્વારા પ્રવાસ કર્યો છે."

ABOUT THE AUTHOR

...view details