ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોણ છે એ ઇડિયટ, જેણે દારૂની દુકાન ખોલવાની છૂટ આપીઃ સિમી ગ્રેવાલ - simi garewal shares a drunker video

કોરોના વાઇરસના વધતા કહેરના કારણે દેશમાં લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે લોકોને અમુક બાબતો માટે છૂટ આપી છે. દેશમાં સોમવારથી દારૂની દુકાનો ખોલવામાં આવી છે. જેને લઇને સોશિયલ મિડિયામાં વીડિયો વાઇરલ થયા છે. જેમાં ક્યાય પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તેવુ જોવા મળતું નથી.

દારૂની દુકાનો પર સિમી ગ્રેવાલનો ખુલ્લો નિર્ણય
દારૂની દુકાનો પર સિમી ગ્રેવાલનો ખુલ્લો નિર્ણય

By

Published : May 6, 2020, 10:40 AM IST

મુંબઇ: લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે કેટલીક બાબતો માટે લોકોને જાહેરમાં છૂટ આપી છે. જેમાં સોમવારથી દેશમાં દારૂની દુકાનો ખોલવામાં આવી છે. જે બાદ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, ઘણા ફિલ્મ સ્ટાર્સે સરકારને દારૂની દુકાનો ખોલવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યો છે.

અભિનેત્રી સિમી ગ્રેવાલ પણ આ કામમા સામેલ થઇ છે. જેમણે દુકાનો ખોલવાનો નિર્ણય લેવા વાડાને મુર્ખ કહ્યું હતું અને તેમનું નામ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સિમીએ ટ્વીટ કર્યું, હું તે 'મૂર્ખ વ્યક્તિ'નું નામ જાણવા માંગુ છું, જેમણે નિર્ણય કર્યો હતો કે, રોગચાળો વચ્ચે દારૂની દુકાનો ખોલવી જોઈએ !!!

સિમીના આ ટ્વિટ પર એક યુજર્સે લખ્યું કે, SORRY સિમી જી. અમે નામ આપી શકતા નથી.

સિમીએ અગાઉ પણ તેના ટ્વિટર હેન્ડલ પર એક નશામાં ધુત વ્યક્તિનો વીડિયો શેર કર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details