મુંબઇ: અભિનેત્રી સિમી ગ્રેવાલનું કેહવા મુજબ, કેવી રીતે શક્તિશાળી માણસે તેની કારકિર્દીને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ચૂપ રહી. સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ અભિનેત્રી કંગના રનૌતે નિવેદન આપ્યા બાદ તેણીને પોતાના અનુભવ વિશે ખુલ્લેઆમ બોલવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
અભિનેત્રીએ ટ્વિટ કર્યું હતું કે, “હું મારા કરતા વધારે સાહસિક કંગના રાનાઉતની પ્રશંસા કરું છું. જો કે, શક્તિશાળી વ્યક્તિએ મારી કારકીર્દિને બગાડવાનો પ્રયાસ કેવી રીતે કર્યો તે હું જ જાણું છું. હું ચૂપ રહી કારણ કે, હું કંગના જેટલી બહાદુર નથી.” અભિનેત્રીએ 'મેરા નામ જોકર' અને 'કર્ઝ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમણે આગળ લખ્યું, "મને ખબર નથી કે, હેશટેગકુંગનાસ્પીક્સટુઅર્નાબ જોયા પછી તમે શું અનુભવો છો, પરંતુ તે મને ઉદાસીન બનાવી દે છે. સુશાંત સિંહ રાજપૂતે જે સહન કર્યું છે તેનાથી હું પરેશાન છું, અને બોલિવૂડના ઘણા 'બાહરના લોકો' પણ શું સહન કરી રહ્યા છે. ખરેખર તેને બદલવાની જરૂર છે. "
સિમીને લાગે છે કે, સુશાંતના મોતથી કદાચ બોલીવુડમાં જાગૃતિની શરૂઆત થશે ".
તેમણે આગળ લખ્યું કે, "જ્યારે જ્યોર્જ ફ્લોઈડનું અમેરિકામાં મૃત્યુ થયું, ત્યારે તેણે જાગૃત વિચારનો ઉદભવ કર્યો. તે જ રીતે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ કદાચ બોલિવૂડમાં જાગૃતિની શરૂઆત છે."
ઉલ્લેખનીય છે કે, કંગનાએ તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સુશાંત સામે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે.જેથી તેનું મનોબળ તૂટે અને તેની કારકીર્દિનો નાશ થઈ શકે. કંગનાએ એમ પણ કહ્યું હતું કે, તેની સાથે પણ આવું બન્યું છે. તેમણે કહ્યું કે આદિત્ય ચોપડા, કરણ જોહર અને મહેશ ભટ્ટે મળીને સુશાંતનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે.
કંગનાએ એમ પણ કહ્યું હતું કે, 'જો મેં એવું કંઈક કહ્યું છે જેની હું સાક્ષી આપી શકતી નથી, જે હું સાબિત કરી શકતી નથી અને જે લોકોના હિતમાં નથી, તો હું મારા પદ્મશ્રીને પરત કરવા તૈયાર છું. આવી સ્થિતિમાં, હું આ સન્માનને પાત્ર નથી. હું એમ કહી રહી ન હતી કે, કોઈ પણ એમ ઈચ્છે કે સુશાંત મરી જાય, પરંતુ ઘણા ઈચ્છતા હતા કે, તે ચોક્કસપણે બરબાદ થઈ જાય. તેઓ લોકોનું મોત નિહાળવા માગે છે.