ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દર્શન રાવલે શેર કર્યો 'સિડનાઝ' સાથેનો ફોટો, મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે સાથે - Sidnaz latest news

'બિગ બૉસ 13'ના કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ પ્રખ્યાત સિંગર દર્શન રાવલના મ્યૂઝિક વીડિયોમાં એક સાથે જોવા મળશે. દર્શન રાવલે એક ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી હતી.

Etv Bharat, Gujarati News, Darshan Raval, Sidnaz News
દર્શન રાવલે શેર કર્યો 'સિડનાઝ' સાથેનો ફોટો

By

Published : Mar 16, 2020, 1:15 PM IST

મુંબઇઃ 'બિગ બૉસ 13'ના કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ, જેમને તેના ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને તેના પ્રશંસકો તેને 'સિડનાઝ' પણ કહે છે. આ બંને એક મ્યૂઝિક વીડિયોમાં એક સાથે જોવા મળશે. આ ગીતનું નામ 'ભૂલા દુંગા' છે. જેને દર્શન રાવલે પોતાનો અવાજ આપ્યો છે.

દર્શન રાવલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'આ બંને ખૂબસુરત લોકોની સાથે આવી રહ્યા છીએ એક શાનદાર ગીત લઇને, માત્ર અને માત્ર તમારા માટે...'

આ પોસ્ટની સાથે તેમણે એક ફોટો શેર કર્યો હતો અને સિદ્ધાર્થ અને શહનાઝની સાથે હસતા જોવા મળી રહ્યા હતા.

આ ગીતને ઇન્ડી મ્યુઝિક લેબલના એમડી નૌશાદ ખાન પોતાના યૂટ્યુબ ચેનલ પર શેર કરશે. તેમણે આ ગીત વિશે કહ્યું કે, 'અમે ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને જલ્દી જ તેને શેર કરવાનો લક્ષ્ય છે.'

આ સાથે જ સિડનાઝના ફેન્સ આ બંનેની જોડીને ફરી એકવાર એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પર સિડનાઝનો એક ફોટો પણ વાયરસ થઇ રહ્યો છે, જેમાં બંને વરસાદમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details