મુંબઈઃ વર્ષ 2009માં રિલિઝ થયેલી ફિલ્મ દિલ્હી-6માં અભિષેક બચ્ચન અને સોનમ કપૂર મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને આ ફિલ્મના ગીત લોકોને ખૂબ પસંદ આવ્યાં હતા. જેમાનું એક લોકપ્રિય ગીત મસકલી સોનમ કપૂર પર દર્શાવવામાં આવ્યું હતું. જેેને ફરી એકવાર રીક્રિએટ કરવાની તૈયારી થઈ હતી. આ ગીતમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને મરજાવા સ્ટાર્સ તારા સુતારિયાની જોડી જોવા મળશે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'દિલ્હી 6'ના એ આર રહેમાનના ક્લાસિક ગીત 'મસકલી'ના 2.0 વર્ઝનની પુષ્ટિ કરતાં અભિનેત્રી તારા સુતરિયાએ આ ગીતનું પોસ્ટર શેર કર્યું છે.
પોસ્ટરમાં તારા સિદ્ધાર્થના ખભા પર હાથ મૂકતા અને બંને હસતાં જોવા મળી રહ્યા છે.