ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'શેરશાહ'ના શૂટિંગ દરમિયાન દુર્ઘટના, સિદ્ઘાર્થ મલ્હોત્રા ઈજાગ્રસ્ત - 'શેરશાહ'ના શૂટિંગ દરમિયાન દુર્ઘટના

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા સિદ્ઘાર્થ મલ્હોત્રા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'શેરશાહ' ના શુટીંગ વ્યસ્ત છે. ફિલ્મનું શુટીંગ કારગીલમાં ચાલી રહ્યું છે, જ્યાં ફિલ્મના સેટ પર બાઈક રાઈડિંગ દરમિયાન અકસ્માત થયો હતો.

ફાઈલ ફોટો

By

Published : Sep 18, 2019, 9:18 AM IST

માહિતી પ્રમાણે, સિદ્ધાર્થ ફિલ્મની શુટીંગ પૂરી કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો. જો કે, આ દુર્ઘટના બાદ પણ સિદ્ધાર્થે ફિલ્મની શુટીંગ ચાલુ રાખી હતી.

આ અકસ્માત વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ અકસ્માતમાં અમે રસ્તા પર પડી ગયા હતા. આ ઈજાને સારું થવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગશે. જો કે, ફિલ્મનું શેડ્યૂલ જોતા મારી પાસે સ્વસ્થ થવાનો સમય નથી.

આ ઉપરાંત સિદ્ધાર્થે કારગિલમાં શૂટિંગ દરમિયાનના પડકારો અને મુશ્કેલીઓ અંગે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું, "કારગિલમાં શૂટિંગ કરવું એ એક નવો અનુભવ છે, અમે નવી જગ્યાઓ શોધી છે કારણ કે અમે કારગિલ યુદ્ધ દરમિયાન ખૂબ પ્રામાણિક બનવા માંગીએ છીએ. "

'શેરશાહ' કેપ્ટન વિક્રમ બત્રા પર આધારિત ફિલ્મ હશે. ભારતીય સેનાના જવાન વિક્રમ બત્રાને પરમવીર ચક્રથી બીરદાવવામાં આવ્યા હતા. વિષ્ણુ વર્ધન ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2020 માં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details