હૈદરાબાદ: ટેલીવીઝનની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં તેને આપેલા એક નિવેદનને (Shweta Tiwari Controversial Statement) કારણે ધણી ચર્ચામાં રહી છે. જેમા શ્વેતાએ અન્ય એક નિવેદન જાહેર કરી માફી માંગી (shweta tiwari apologizes) છે.
આ પણ વાંચો:Shweta Tiwari Controversial Statement: શ્વેતા તિવારીએ ભગવાન પર કરી 'ગંદી' ટિપ્પણી, કહ્યું- 'મારી બ્રાની સાઈઝ...
મારા નિવેદનનુ ખોટું અર્થધટન કરવામાં આવ્યું: શ્વેતા તિવારી
એક પ્રેસ કોન્ફરન્સમાં શ્વેતા તિવારીએ જણાવ્યું કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે, મારા કો-સ્ટાર વિશેના મારા નિવેદનનુ ખોટું અર્થધટન કરવામાં આવ્યું છે. એક સંદર્ભમાં દરેકને આ નિવેદન ભગવાન સાથે સંબંધિત લાગશે પરંતુ મે વેબ-સિરીઝમાં ભગવાનની ભૂમિકા ભજવતા સૌરભ રાજ જૈનના સંદર્ભમાં આ વાત કરી છે. લોકો પાત્રોના નામ અભિનેતાઓ સાથે જોડે છે અને તેથી જ મેં મીડિયા સામે આ સંદર્ભમાં વાત કરી હતી.
શ્વેતાએ આ નિવેદન માટે માફી માંગી
શ્વેતાએ વધુમાં જણાવ્યું કે, તેને સંપૂર્ણ રીતે ખોટી સમજવામાં આવી છે, જે જોઈને મને ખૂજ જ દુ:ખ થાય છે કે જે વ્યક્તિ પોતે ભગવાનની ઉપાસક છે, તેના માટે એવો કોઇ રસ્તો નથી કે, હું જાણતા કે અજાણતા એવું કઈક કહી શકું કે કરી શકું જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. જો કે હું સમજું છું કે, જ્યારે આને સંદર્ભની બહાર સમજવામાં આવ્યું ત્યારે અજાણતા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તેથી હું નમ્રતાપૂર્વક તે બધાની માંફી માંગું છું, જેમને મારા નિવેદનથી અજાણતા ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો:Divorce of Samantha and Chaitany : નાગાર્જુને ટ્વીટ કરીને કહ્યું- સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું
શ્વેતા તિવારીનું વિવાદાસ્પદ નિવેદન
ભોપાલમાં આયોજીત ફેશન સંબંધિત વેબ-સિરીઝ 'શો-સ્ટોપર'ની પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તમે પહેલા ભદવાનનો રોલ કર્યો અને પછી Brafitterનો રોલ ભજવશો, જેના જવાબમાં શ્વેતા તિવારીએ હસીને કહ્યું કે 'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યાં છે' આ વિવાદાસ્પદ નિવાદન બાદ શ્વેતા તિવારીની ચારે બાજુથી ટીકા થઈ હતી.