ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતની બહેન શ્વેતાની PM મોદીને અપીલ, કહ્યું- જલ્દી મળે ન્યાય - સુશાંતની બહેન શ્વેતાની પીએમ મોદીને અપીલ

શ્વેતા સિંહ સતત પોતાની પોસ્ટ દ્વારા ભાઇ સુશાંતને યાદ કરી રહી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ન્યાયની માગ કરી છે.

shweta singh kirti tag pm modi wants justice for sushant singh rajput
shweta singh kirti tag pm modi wants justice for sushant singh rajput

By

Published : Aug 1, 2020, 9:41 AM IST

Updated : Aug 1, 2020, 10:01 AM IST

પટનાઃ હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એકવાર ફરીથી એક્ટરને લઇને પોસ્ટ કરી છે. આ વખતે તેમણે એક્ટર ભાઇને શ્રદ્ધાંજલિ આપતા એક ફોટો શેર કર્યો અને સાથે જ તેના માટે ન્યાયની માગ કરી છે.

શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે, 'હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસનો અનુરોધ કરું છું. આપણે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ અને કોઇ પણ કિંમતે ન્યાયની આશા રાખીએ છીએ. શ્વેતાએ આ પોસ્ટ દ્વારા દેશના વડા પ્રધાન મોદી પાસે ન્યાયની ગુહાર લગાવી છે.'

પ્લીઝ આ કેસની ગંભીરતાની નોંધ લો

શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે, આ મામલાની નોંધ લેવામાં આવે. તેમણે લખ્યું કે, તેના ભાઇના ઇન્ડસ્ટ્રીમાં કોઇ ગોડ ફાધર હતા નહીં. અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી છીએ. બસ તેનો ભાઇ એક માત્ર બૉલિવૂડ સ્ટાર હતો. પ્લીઝ આ મામલાની નોંધ લેવામાં આવે. સુશાંત મામલે સત્ય બહાર આવે અને પુરાવા સાથે કોઇ જ ફેરફાર કરવામાં આવે નહીં.

સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય જોઇએ છે

આ પહેલા શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'જો સત્યનું મહત્વ ન હોય તો ક્યારેય કોઇ વસ્તુનું મહત્વ રહેતું નથી.' તેમણે આગળ લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય... આ પહેલા શ્વેતા સિંહે એક યૂઝરના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, મુંબઇ પોલીસનો રિપોર્ટ આવ્યા બાદ સીબીઆઇ તપાસની માગ કરી શકે છે.

Last Updated : Aug 1, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details