ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતની બહેને ભાઈ માટે ન્યાય માંગ્યો, કહ્યું- જો સત્ય મહત્વનું નથી તો... - સુશાંત સિંહ રાજપૂત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંતની એક તસ્વીર શેર કરી છે. શ્વેતાએ લખ્યું છે કે, જો સત્ય મહત્વનું નથી તો, બીજી કઈ વાતનું મહત્વ રહી જશે.

shweta-singh-kirti-demands-justice-for-brother-sushant-singh-rajput
સુશાંતની બહેને ભાઈ માટે ન્યાય માંગ્યો, કહ્યું- જો સત્ય મહત્વનું નથી તો...

By

Published : Jul 29, 2020, 10:35 PM IST

મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના ભાઈ માટે ન્યાયની માંગ કરી છે, અને કહ્યું છે કે, સત્યને જીતવું પડશે.

સુશાંતના પિતા કે.કે.સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જેમાં કે.કે.સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત 6 લોકોએ સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

શ્વેતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સુશાંતની તસવીર પણ છે, જે તેના પટનાના ઘરે રાખવામાં આવી હતી. શ્વેતાએ લખ્યું છે કે, 'જો સત્ય મહત્વનું નથી તો, બીજી કઈ વાતનું મહત્વ રહી જશે...#justiceforsushantsinghrajput.'

રાજીવ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી યોગેન્દ્ર રવિદાસે મંગળવારે જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે રિયા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમની ફરિયાદમાં (એફઆઈઆર નંબર 241/20), તેમણે આરોપ મૂક્યો છે કે રિયા સહિત 6 લોકોએ સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેર્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

શ્વેતાએ એફઆઈઆરમાં એમ પણ જણાવ્યું છે કે, “સુશાંતે તેની બહેનને ટેલિફોન કરીને કહ્યું હતું કે રિયા તેને પાગલ સાબિત કરવા મીડિયાને કેટલીક તબીબી રસીદ બતાવવાની ધમકી આપી હતી, ત્યારબાદ કોઈ તેની સાથે કામ નહીં કરે."

બીજી તરફ, રિયાએ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અભિનેતાની ગર્લફ્રેન્ડ હોવાનું સ્વીકાર્યું હતું અને આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details