ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માલદીવમાં અન્ડરવોટર સ્વિમિંગની મજા માણી રહી છે શ્રદ્ધા કપૂર - માલદીવ

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજકાલ માલદીવમાં વેકેશનના મૂડમાં છે. શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શ્રદ્ધા અન્ડરવોટર સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

Shraddha Kapoor
Shraddha Kapoor

By

Published : Mar 22, 2021, 8:10 AM IST

  • માલદીવમાં અન્ડરવોટર સ્વિમિંગની મજા માણી રહી છે શ્રદ્ધા કપૂર
  • શ્રદ્ધા માલદીવમાં ફૂલ ઓન વેકેશન મૂડમાં
  • શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો કર્યો શેર

હૈદરાબાદ: શ્રદ્ધા કપૂર આજકાલ વેકેશનના મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે શ્રદ્ધાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અન્ડરવોટર સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધા આજકાલ માલદીવમાં ફૂલ ઓન વેકેશન મૂડમાં છે. શ્રદ્ધા કેટલાય દિવસોથી માલદીવમાં છે. પ્રથમ તેના કઝીન ભાઇના લગ્ન થયાં અને હવે અભિનેત્રી પરિવાર સાથે એન્જોય કરી રહી છે.

આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરનો ઇંસ્ટાગ્રામ પરિવાર પાંચ કરોડને પાર, ફેન્સને લખી થેન્કયૂ નોટ

શ્રદ્ધા માલદીવમાં ફૂલ ઓન વેકેશન મૂડમાં

શ્રદ્ધા કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ દેખાઈ રહી છે. કઝીન ભાઈના લગ્નના ફોટા બાદ હવે શ્રદ્ધા સમુદ્ર કિનારાના ફોટા ચાહકો સાથે શેર કરી રહી છે. આ તમામ ફોટોઝમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે. આ પહેલા શ્રદ્ધા કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો મૂક્યો હતો, જેમાં તે સમુદ્રના મોજા પર સ્વિમસૂટ પહેરીને બેઠેલી જોવા મળી હતી. કેમેરાનો ઇમોજી મૂકીને તેણે કહ્યું કે ફોટો તેની માતાએ લીધો હતો.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસ અપડેટ : FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી

ABOUT THE AUTHOR

...view details