ન્યૂઝ ડેસ્કઃ શ્રદ્ધા કપૂર કોમેડી અને વિલેને પાત્ર માટે જાણીતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે. તેના પિતા પંજાબી છે. તો માતા શિવાંગી કોલ્હાપુરે મરાઠી છે. તે પોતાને પણ મરાઠી જ ગણાવે છે. શ્રદ્ધા તેની માની ઘણી નજીક પણ તે તેના પિતા શક્તિ કપૂરની પણ એટલી જ લાડલી છે.
શ્રદ્ધા કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, બોલીવુડમાં તેની એન્ટ્રી ફિલ્મ પ્રોડ્યુસર અંહિકા હિન્દુજાની ફિલ્મ ‘તીન પત્તી’ દ્વારા થઈ હતી. જેમાં તેના કૉ-સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન હતા. પરંતુ આ ફિલ્મ રૂપેરી પડદે ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે ‘લવ કા દિ એન્ડ’ ફિલ્મમાં કૉલેજ સ્ટૂડેન્ટના રૉલમાં જોવા મળી હતી. પહેલાની જેમ આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી.
આમ, પહેલી ફિલ્મ નિષ્ફળ થયા બાદ શ્રદ્ધાનું કરિયર શરૂ થતાં પહેલા જ ડગમગવા લાગ્યું હતું. પરંતુ વર્ષ 2013માં બ્લૉકબ્લસ્ટર થયેલી ફિલ્મ ‘આશિકી-2’થી તેના કરિયરને નવી ઉડાણ મળી. બસ ત્યારથી શ્રદ્ધાની ફિલ્મી સફર અવિરતપણે ચાલી રહી છે. ફિલ્મોમાં ‘એક વિલન’, ‘બાગીં’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘ABCD 2’ અને ‘સ્ત્રી’ 100 કરોડ ક્લબમાં સામેલ છે. તો ‘હસીના પારકર’ જેવી ફિલ્માં તેણે પોતાની દમદાર અદાકારીની ઝલક બતાવી હતી.