ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગનાનો જયા બચ્ચન પર હુમલો, કહ્યું- શ્વેતા મારી જગ્યાએ હોત તો પણ આવું જ કહેશો - કંગના પ્રહાર જયા

બૉલિવૂડમાં ડ્રગ્સના સેવન મુદ્દે જયા બચ્ચને આજે રાજ્યસભામાં આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ભાજપના સાંસદ રવિ કિશનના નિવેદનનો ઉલ્લેખ કરતાં ટિપ્પણી કરી હતી. હવે કંગના રનૌતે પણ દખલગીરી કરી છે.

કંગના
કંગના

By

Published : Sep 15, 2020, 12:37 PM IST

નવી દિલ્હી: કંગના રનૌતે બૉલિવૂડમાં ડ્રગ્સના મુદ્દે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, 'જયા જી, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતા હોત, જેને કિશોરાવસ્થામાં માર મારવામાં આવ્યો હોય, નશો અને છેડતીનો ભોગ બની હોત, તો પણ તમે પણ આવું જ કહેશો.'

કંગનાએ કહ્યું, 'જો અભિષેક દ્વારા ગુંડાગીરી અને પરેશાની અંગે સતત ફરિયાદ કરવામાં આવી હોત અને એક દિવસ અચાનક ફાંસી પર લટકેલા હોત તો પણ તમે આવું જ કહેશો?' આ સાથે જ કંગનાએ જયા બચ્ચનને અપીલ કરી કે તેઓ પણ તેમના પ્રત્યે દયા દાખવે.

રાજ્યસભામાં આજે સંસદના ચોમાસા સત્રના બીજા દિવસે જયા બચ્ચને ડ્રગ્સના ઉપયોગ અંગે રવિ કિશનના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રી જયા બચ્ચને નામ લીધા વગર ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે કેટલાક લોકો, ચોમાસુ સત્રના બીજા દિવસે રાજ્યસભામાં અભિનેત્રી જયા બચ્ચને નામ લીધા વગર ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને કહ્યું કે કેટલાક લોકો, જે અહીં આવે છે અને કામ કરે છે, તેમનું નામ બનાવે છે, પૈસા પણ કમાય છે અને પછી તેને જ બદનામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details