મુંબઈ: ફિલ્મ નિર્દેશક શૂજીત સિરકારે પોતાના ટ્વિટર પર શનિવારે જાણકારી આપી હતી કે, તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું છે. નિર્દેશકે ટ્વિટર પર લખ્યું કે, મારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવામાં આવ્યું છે. શૂજિતે ઈન્સ્ટાગ્રામની ટીમને ટેગ કરીને આ લખ્યું છે. જેમાં નિર્દેશકની પોસ્ટને નિર્માતા અશોક પંડિત દ્વારા શેર કરવામાં આવી હતી. તેમણે પોતાના ટ્વિટમાં મહારાષ્ટ્ર સાયબર સેલ અને મુંબઈ પોલીસને ટેગ કર્યા હતા.
નિર્દેશક શૂજીત સિરકારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું - શૂજીત સિરકર
ફિલ્મ 'ગુલાબો સિતાબો'ના નિર્દેશક શૂજીત સિરકારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું છે. આ જાણકારી તેમણે પોતાના ટ્વિટર પર આપી હતી.
નિર્દશક શૂજીત સિરકર
શૂજીતે ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે કે, પ્રતિબંધિત પ્રોફાઇલ. આ પ્રોફાઇલ જોવા માટે તમારી ઉંમર 99 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.