ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' રિલીઝ (Film RRR Release) માટે તૈયાર છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'RRR' આ મહિનાની 25 તારીખે વિશ્વભરમાં રિલીઝ ધમાલ મચાવા જઇ રહી છે. આ સંજોગોમાં ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મનું દેશભક્તિ ગીત 'શોલે' રિલીઝ (Sholay Song Release) કર્યું છે. 'શોલે' ગીતમાં ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ દેશભક્તિના રંગમાં જોવા મળી રહ્યા છે.
આ ગીતમાં આલિયા આ રંગમાં છવાય
આ પહેલા નિર્માતાઓએ રવિવારે પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં 'શોલે' ગીતનો પ્રોમો રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતાં. આલિયા ભટ્ટ આ ગીતમાં સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળશે. આલિયા ભટ્ટ આ ગીતમાં પિંક અને રેડ કલરના આઉટફિટમાં નજર આવી રહી છે અને તેની સાથે તેણે વેણી પણ નાંખી છે. અગાઉ રવિવારે, નિર્માતાઓએ 'શોલે' ગીતનો પ્રોમો શેર કરી અને ગીતની રિલીઝ તારીખની જાહેરાત કરી અને લખ્યું હતું કે, "યે હૈ RRR સેલિબ્રેશન એન્થમ પ્રોમ, આખું ગીત 14 માર્ચે સાંજે 4 વાગ્યે રિલીઝ".