ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શિલ્પા શેટ્ટીએ 'કોરોનામાં પ્રેમ'ની તસવીરો શેર કરી - કોરોનાના સમયમાં લવ

શિલ્પા શેટ્ટીના ઘરમાં દરેક લોકો ક્વોરોન્ટાઈન છે અને કોરોનાથી રીકવર થઈ રહ્યા છે. જ્યારે તેના પરિવારના સભ્યો સ્વસ્થ થઈ રહ્યા છે, ત્યારે અભિનેત્રીએ 'કોરોનાના સમયમાં લવ' કેવો હોય છે તેની એક ઝલક શેર કરી હતી.

corona
શિલ્પા શેટ્ટીએ 'કોરોનામાં પ્રેમ'ની તસવીરો શેર કરી

By

Published : May 17, 2021, 6:54 AM IST

  • શિલ્પા શેટ્ટીએ શેર કર્યો પતિ સાથે ફોટો
  • હાલમાં પરીવારના તમામ સભ્યો હોમઆઈસોલેશનમાં
  • હંગામાના સિક્વલમાં જોવા મળશે અભિનેત્રી

મુંબઈ બોલીવુડ ડિવા શિલ્પા શેટ્ટી તેના પરિવારમાં એકમાત્ર સભ્ય છે જેણે કોરોના નથી થયો, તેના માતાપિતા, સાસરાવાળા, પતિ, પુત્ર અને એક વર્ષની પુત્રી ક્વોરોન્ટાઈનમાં છે અને તેઓ સ્વથ્ય થઈ રહ્યા છે. તેણે 10 દિવસ પહેલા પોતાના પરીવારને કોરોના થયો છે તે વિશે જણાવ્યું હતું અને આજે શિલ્પાએ 'કોરોનાના સમયમાં લવ' કેવા દેખાય છે તેની ઝલક શેક કરૂ હતી.

પકિ સાથે શેર કર્યો ફોટો

રવિવારે, શિલ્પાએ તેના પતિ રાજ સાથે એક સુંદર ફોટો શેર કર્યો હતો અને ચિંતા અને શુભેચ્છાઓ બદલ તેના ચાહકોનો આભાર માન્યો હતો. શિલ્પાએ કેપ્શનમાં લખ્યું કે, "કોરોનાના સમયમાં પ્રેમ! કોરોના પ્યાર હૈ # નેઅરલીડોન! તમારી ઇચ્છાઓ, ચિંતા અને પ્રાર્થના બદલ તમારો આભાર.

આ પણ વાંચો : થલાઈવીના ટ્રેલર લોંચમાં AL વિજય અને અરવિંદ સ્વામીના વખાણ કરતા ભાવુક થઈ કંગના

પરીવાર હોમ આઈસોલેશનમાં

શિલ્પાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે તેના પતિ રાજ કુંદ્રા, બાળકો સમિશા અને વાયાન, અને તેની માતા સુનંદા શેટ્ટી તેમજ સાસરાવાળાઓ કોવિડ -19 સામે લડી રહ્યા છે. અભિનેત્રીનો રીપોર્ટ નકારાત્મક આવ્યો હતો. પરિવાર ઘરે આઈસોલેશનમાં છે.

હંગામા 2 માં જોવા મળશે અભિનેત્રી

વર્ક ફ્રન્ટ પર, અભિનેતાની બે ફિલ્મો લાઇનમાં છે. તે હંગામા 2 માં જોવા મળશે, જે 2003 ની હિટ હંગામાની સિક્વલ છે. આ ઉપરાંત શિલ્પા નિકમ્મા ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં અભિમન્યુ દસાની અને શર્લી સેતિયા છે.

ABOUT THE AUTHOR

...view details