ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજ કુંદ્રાને લગતાં 5 મોટા વિવાદ: IPL, gold scam અને pornography

અશ્લીલતા સંબંધિત કેસમાં મુંબઇ પોલીસે ધરપકડ કર્યા બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સોમવારે સુરખીઓમાં હતા. 45 વર્ષીય ઉદ્યોગપતિને 37મી એસ્પ્લેનેડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજનું નામ આ કેસમાં ઉછળ્યું છે તેવું નથી, તેના વિશે એક નહીં બે નહીં, પૂરા પાંચ મોટા વિવાદો છે જેના પર એક નજર કરવા જેવી છે.

રાજ કુંદ્રાને લગતાં 5 મોટા વિવાદ: IPL, gold scam અને pornography
રાજ કુંદ્રાને લગતાં 5 મોટા વિવાદ: IPL, gold scam અને pornography

By

Published : Jul 20, 2021, 2:25 PM IST

Updated : Jul 20, 2021, 8:54 PM IST

  • બોલીવૂડ ફિલ્મસ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડનો મામલો
  • વિવાદો સાથે રાજ કુંદ્રાનો ગાઢ નાતો
  • પહેલાં પણ મોટા મોટા કૌભાંડ અને અપરાધોમાં ઉછળ્યું છે નામ

હૈદરાબાદઃ બોલીવૂડ દિવા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સોમવારે મોડી રાત્રે મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મ બનાવવા અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રા સમાચારોમાં છે. શિલ્પાના ઉદ્યોગપતિ પતિએ ભૂતકાળમાં પણ મોટા વિવાદો ઉભા કર્યા છે.

રાજ કુંદ્રાના અત્યાર સુધીના સૌથી મોટા વિવાદો પર એક નજર :

આઈપીએલ સટ્ટા કૌભાંડ (2015)

ટી -20 ટૂર્નામેન્ટમાં સટ્ટો ખેલવાના દોષી જાહેર થયા બાદ કુંદ્રા અને તત્કાલીન આઈસીસી ચીફ એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનને આજીવન કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડ અંગે દિલ્હી પોલીસની તપાસ દરમિયાન રાજ કુંદ્રાએ ફિક્સિંગ નહીં પણ બૂકી અને તેના બિઝનેસ પાર્ટનર-મિત્ર ઉમેશ ગોએન્કા દ્વારા સટ્ટો ખેલવાની કબૂલાત કરી હતી, આ પછી તેની ટીમ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હતો. જ્યારે 2015માં રાજ કુંદ્રા પર આજીવન આઇપીએલ પર પ્રતિબંધ મૂકાયો હતો.

બિટકોઇન સ્કેમ (2018)

2018માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાજ કુંદ્રાની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવ્યો હતી. જેમાં પૂણે પોલીસે અમિત અને વિવેક ભારદ્વાજ નામના બે ભાઈની ધરપકડ કરી હતી. આરોપી અમિત અને વિવેક ભારદ્વાજ પર 8000 રોકાણકારોના 2000 કરોડ ચાંઉ કરવાના આરોપસર ધરપકડ થઈ હતી. આરોપી દ્વારા સ્થાપિત વેબસાઇટ ગેઈનબિટકોઇન દ્વારા બિટકોઇન્સમાં રોકાણ કરવાની લાલચ આપીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. એ જ મહિનામાં ઇડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુના નોંધ્યા હતાં. અને નવ કલાકની પૂછપરછ પછી કુંદ્રાને જવા દેવાયો હતો.

તે પછી ટૂંક સમયમાં જ રાજે એક નિવેદન બહાર પાડ્યું: "આ સ્પષ્ટ કરવા માટે કે બીટકોઈન કૌભાંડમાં મારી કોઈ સંડોવણી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મને ફક્ત સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો. તપાસ ચાલી રહી છે અને હું કાયદા અમલીકરણ એજન્સીને સહકાર આપી રહ્યો છું. કેમ કે અમિત ભારદ્વાજ એક પરિચિત છે અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. "

ગોલ્ડ સ્કેમ (2020)

2020માં અભિનેતા સચિન જોશીએ શિલ્પા અને રાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આ દંપતિની આગેવાની હેઠળની સોનાનો વેપાર કરતી કંપની સતયુગ ગોલ્ડ પ્રા.લિ. દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યાંથી તેણે સોનાની યોજનામાં એક કિલો સોનું ખરીદ્યું હતું. આ મામલે મૌન તોડતાં શિલ્પાએ આક્ષેપોને રદિયો આપતા કહ્યું હતું કે, "સચિન જોશી દ્વારા લગાવવામાં આવેલા આ બધા આરોપો સાવ ખોટા અને પાયાવિહોણાં છે. સતયુગ ગોલ્ડમાં, દરેક ગ્રાહકનો વાયદો સમયસર પૂરો થયો છે. અમે એક કિલો સોનું પણ જમા કરાવ્યું છે. જેના માટે સચિન જોશીએ કાયદેસર રીતે લાગુ થયેલા ડિમરેજ ચાર્જ ચૂકવવાના બાકી છે. ઘણાંને ખબર નથી, આ સીરીયલ ડિફોલ્ટર વિરુદ્ધ અમારી પાસે કોર્ટમાં ચેક બાઉન્સિંગ કેસ પણ છે, જો અમે તેને સોનું આપવા માગતા ન હોત, તો અમે તે કોર્ટમાં જમા કરાવી શકત.કોર્ટે હવે એક આર્બિટ્રેટરની નિમણૂક કરી છે જ્યાં અમે ચાર્જ રજૂ કર્યો છે જેનો ઇન્વોઇસ અને વેબસાઇટ પર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય ટૂંક સમયમાં બહાર આવી જશે. "

પૂનમ પાંડેની રાજ સામે હાઇકોર્ટમાં ફરિયાદ (2020)

મોડેલ-અભિનેતા પૂનમ પાંડેએ 2020માં રાજ કુંદ્રા અને તેના સાથીઓ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. પાંડેએ આરોપ લગાવ્યો હતો કે કુંદ્રા અને તેના સાથીઓ બંને પક્ષો વચ્ચેનો કરાર સમાપ્ત થયા પછી પણ ગેરકાયદે વિશેષતાવાળી સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છે. કુંદ્રા અને તેના સાથી સૌરભ કુશવાહે પૂનમ પાંડેના આરોપને 'ખોટા અને વ્યર્થ' ગણાવ્યા હતા. તેઓએ દાવો પણ કર્યો હતો કે તેમને કોઈ સૂચના મળી નથી.

જ્યારે પાંડેએ આર્મસ્પ્રાઇમ મીડિયા તરીકે ઓળખાતા કુંદ્રા અને તેના સાથીઓ સાથે સોદો કર્યો. કંપની પૂનમ પાંડે એપને હેન્ડલ કરી રહી હતી. તેણીનો દાવો છે કે કરાર આઠ મહિનાથી વધુ સમય પૂરો થયા પછી પણ તેઓ એપ્લિકેશન માટે સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છે. પાંડેએ આરોપ લગાવ્યો હતો કે કુંદ્રા આ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યાં છે અને પૈસાની ઉઘરાણી કરે છે. તે પછી અભિનેત્રીએ પાછું જણાવ્યું હતું કે છ મહિનાના સમયગાળામાં તેણીને અશ્લીલ કોલ્સ આવે છે.

ભૂતપૂર્વ પત્ની પર ગેરકાયદે સંબંધોના આરોપો (2021)

કેટલાક ઇન્ટરવ્યુમાં રાજની પૂર્વ પત્ની કવિતાએ શિલ્પા શેટ્ટીને તેના લગ્ન તોડવા માટે દોષી ઠેરવી હતી. આ પછી રાજે તેના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેની પત્ની કવિતાએ તેની બહેનના પતિ સાથે ગેરકાયદે સંબંધો બાંધ્યાં હતાં. રાજ તો એમ પણ કહેતો ગયો કે તેની માતાએ કવિતા અને રાજના બનેવીને ઘણીવાર રંગેહાથ પકડ્યાં હતાં.

અશ્લીલતાના કેસમાં ધરપકડ (2021)

અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલાક એપ્સ દ્વારા તેમને પ્રકાશિત કરવાના આક્ષેપ સાથેના કેસમાં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને માહિતી ટેકનોલોજી (આઇટી) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યા બાદ સોમવારે આ વેપારીને ક્રાઈમ બ્રાંચે કસ્ટડીમાં લીધો હતો. આ કેસ 4 ફેબ્રુઆરીએ પરા મુંબઇના માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. એક મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો અને તેની ફરિયાદમાં કેટલાક આરોપો લગાવ્યા બાદ કુંદ્રા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કુંદ્રા પર આઈપીસી કલમ 420 (છેતરપિંડી), 34 (સામાન્ય ઉદ્દેશ), 292 અને 293 (અશ્લીલ અને અસ્પષ્ટ જાહેરાતો અને પ્રદર્શન સંબંધિત), અને આઇટી એક્ટની સંબંધિત કલમો અને તેના અભદ્ર પ્રતિનિધિત્વ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Raj Kundra કમાણી કેવી રીતે કરે છે તેવો પ્રશ્ન Kapil Sharma એ પૂછ્યો હતો, વીડિયો વાયરલ થયો

આ પણ વાંચોઃ અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની રાજ કુંદ્રાની ધરપકડ

Last Updated : Jul 20, 2021, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details