ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પુત્ર વિઆન સાથેનો ઇમોશ્નલ વીડિયો શેર કર્યો - શિલ્પા શેટ્ટીનું ક્વૉરોન્ટાઇન

શિલ્પા શેટ્ટીએ તેના પુત્ર વિઆનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો પુત્ર પગ દબાવી રહ્યો છે. અભિનેત્રીએ આ વીડિયો શેર કરતાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને ખુશી વ્યક્ત કરી.

shilpa shetty
shilpa shetty

By

Published : Apr 5, 2020, 3:24 PM IST

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણીવાર સોશિયલ મીડિયા પર વિવિધ વીડિયો શેર કરીને પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. આ વખતે પણ તેણે એક વીડિયો શેયર કર્યો છે.

શિલ્પાએ શેર કરેલા આ વીડિયોમાં તેનો પુત્ર વિઆન તેનો પગ દબાવતા જોવા મળી રહ્યો છે. શિલ્પાએ વીડિયોની સાથે એમ પણ જણાવ્યું હતું કે, વિઆનને એ ખબર નહોતી કે આ ક્ષણ રેકોર્ડ થઈ રહી છે.

વીડિયોમાં શિલ્પા સફેદ પલંગ પર શ્વેત ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં પથારી પર પડેલી જોવા મળી રહી છે અને વિઆન તેની માતાના પગ દબાવી રહ્યો છે.

આ પોસ્ટના કેપ્શનમાં શિલ્પાએ લખ્યું છે કે, 'આ વીડિયો જોયા પછી મને સમજાયું કે સંતાન થવું એ આશીર્વાદથી ઓછું નથી અને બાળકો સાથેના બધા વિષયો વિશે વાત કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે તમારા ઘણા સારા મિત્રો છે અને બનાવી શકાય છે. આજે હું એવા બાળક માટે આભારી છું કે જે દરેકનો આદર કરે છે.’

શિલ્પા આગળ લખે છે કે, 'આ મુશ્કેલ સમયે હું તમામ માતાપિતા અને તેમના બાળકો માટે પ્રાર્થના માંગું છું. હું આશા રાખું છું કે, આપણે મજબૂત બનીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશું. શિલ્પાનો આ વીડિયો અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details