- બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કર્યો વીડિયો શેર
- યોગ દિવસ માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો
- સ્વસ્થ અને મસ્ત રહેવા માટે યોગના ફંડા જણાવ્યાં
ન્યૂઝડેસ્ક (Bollywood News): આજે 21 જૂન સોમવારના રોજ વિશ્વભરમાં 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે નેતાઓ, અભિનેતાઓ યોગ કરતાં સમયના પોતાના ફોટો અને વીડિયો ચાહકો માટે શેર કરીને યોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આપ જાણો છો તેમ જ યોગ માટે વર્ષમાં એકવાર જ નહીં, ઘણીવાર પોતાના વીડિયો શેર કરે છે અને યોગ વિશેનો મહિમા સતત કરતી રહે છે. પોતાની ફિટનેસનું શ્રેય પણ શિલ્પા યોગને જ આપે છે. ત્યારે યોગ દિવસ હોય અને શિલ્પા તરફથી યોગ ટિપ્સ ન મળે તે કેમ બને! તો શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે લોકોને યોગના ફાયદાઓ વિશે જણાવી રહી છે.
આ પણ વાંચો: પ્રિ-યોગા દિવસ અંતર્ગત સુરતમાં આવી શિલ્પા શેટ્ટી, 3000થી વધુ લોકોને આપ્યો યોગ મંત્ર
શિલ્પાએ શીખવ્યા યોગના પાઠ
વીડિયોની શરૂઆતમાં શિલ્પા નમસ્તે કહીને બધાંને યોગ દિવસની શુભેચ્છા પાઠવી રહી છે. તે બાદ દરેકના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી રહી છે. શિલ્પા કહે છે કે,'આપણા માટે શ્વાસ મહત્વપૂર્ણ છે, આ મુશ્કેલ સમયમાં આપણા શ્વાસને નિયંત્રિત કરવાની જરૂર છે. આપણા શ્વાસને નિયંત્રિત કરવાની પ્રક્રિયાને પ્રાણાયામ કહે છે. તો આજે આ યોગ દિવસ નિમિત્તે, હું તમને ભ્રામરી પ્રાણાયામનો કેવી રીતે અભ્યાસ કરવો તે જણાવું છું. આ પ્રાણાયામ આપણા શરીર અને મનને શાંત કરે છે, તાણ દૂર કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે.