- શિલ્પા શેટ્ટી પહોંચી એક રિયાલિટી શોમાં
- શિલ્પા શેટ્ટી વ્હાઇટ કલરનું ગાઉન પહેરીને શોમાં પહોંચી
- શિલ્પા સોશિયલ મીડિયામાં તસ્વીરો શેર કરી ફેન્સ સાથે જોડાયેલી રહે છે
હૈદરાબાદ:ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી (Fitness Queen Shilpa Shetty) બોલિવૂડની હિટ અભિનેત્રી રહી છે. હવે શિલ્પા ફિલ્મો અને સોશિયલ મીડિયામાં ઓછી એક્ટિવ હોય છે, પરંતુ તે સ્ટેજ શો અને રિયાલિટી શોમાં વધુ જોવા મળે છે. શિલ્પા સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરીને સતત ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલ શિલ્પાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહ્યો છે. વાસ્તવમાં વીડિયોમાં જોવા મળે છે કે, શિલ્પા ગીરતા-ગીરતા બચે છે.
આ પણ વાંચો:SARA ALI KHAN DANCE WITH MADHURI DIXIT: સારા અલી ખાને માધુરી સાથે ચકાચક મચાવી ધુમ
શિલ્પા શેટ્ટીનો અદભુત લૂક
ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી ((Fitness Queen Shilpa Shetty) હાલમાં જ એક એવોર્ડ શોમાં પહોંચી હતી ત્યાં શિલ્પા શેટ્ટીએ વ્હાઇટ કલરનું ગાઉન પહેરીને અદ્ભુત લુક (Shilpa Shetty Stunning Look) શોમાં પહોંચી હતી. શો દરમિયાન શિલ્પા શેટ્ટી સાથે એક આશ્ચર્યજનક ઘટના ધટી હતી. શિલ્પા શેટ્ટી જ્યારે મીડિયા સાથે વાત કરવા બહાર આવી તે સમયે તેના ગાઉનમાં તેનો પગ ફંસાવાના હિસાબે તેઓ ગીરતા-ગીરતા બચી હતી.
આ પણ વાંચો:અભિનેત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કર્યું, પપ્પા બોની કપૂર વિશે કહે છે આ વાતો
શિલ્પાએ સ્વાન સાથે ફોટો ક્લિક કરી હેડલાઈન્સ પર ચમકી
આ પહેલા શિલ્પા શેટ્ટીનો બીજો એક ધમાકેદાર વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, જ્યારે શિલ્પા શેટ્ટી પૈપરાઝીની સામે પોઝ આપી રહી હતી, ત્યારે કેટલાક સ્વાન તેની નજીક આવ્યા હતા. પછી તો શિલ્પાએ તે કૂતરાઓ સાથે ફોટો ક્લિક કર્યા અને હેડલાઈન્સ પર ચમકી ગઇ હતી.