- શર્લિન ચોપરા સામે માનહાનિનો દાવો
- 50 કરોડ રૂપિયાનો માંડવામાં આવ્યો છે માનહાનિનો દાવો
- શર્લિનના આરોપોને ગણાવ્યા પાયા વિહોણા
ન્યૂઝ ડેસ્ક:અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા સામે માનહાનીનો કેસ(defamation suit against Sherlyn Chopra) દાખલ કર્યો છે. આ પહેલાં પણ કુંદ્રા અને શિલ્પા શેટ્ટાના વકીલએ શર્લિન ચોપરા સામે માનહાનિના કેસની ચેતવણી આપી હતી. પોતાની ફરીયાદમાં અભિનેત્રી અને તેના પતિએ પુરાવા વિના ખોટા નિવેદન આપવા બદલ માનહાનીનો કેસ દાખલ કર્યો છે.
રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા સામે માંડ્યો 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો શર્લિનના તમામ આરોપો આધાર વિહોણા
રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શર્લિન ચોપરા દ્વારા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા, તુચ્છ, આધાર વગરના અને કોઇ પણ પુરાવા વિનાના છે. આ ઉપરાંત શર્લિન ચોપરાને માહિતીને હોવા છતાં બદનામ કરવાના અને વસૂલાત કરવાના ઇરાદાથી આરોપ લગાવવામાં આવ્યા છે. શર્લિને વિવાદ સર્જવા માટે શિલ્પાનું નામ તેમાં જોડ્યું છે. આ મીડિયાનું ધ્યાન ખેંચવા માટેનો એક પ્રયત્ન છે.