મુંબઇ: 'ધડકન' સ્ટાર શિલ્પા શેટ્ટીએ તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ (Shilpa Shetty Instagram account) દ્વારા તેના ફેન્સને ખુશ રહેવાનો મંત્ર આપ્યો છે. આ પોસ્ટ દ્વારા શિલ્પા શેટ્ટીએ લોકોને જીવનની દરેક ક્ષણને ખુશીથી જીવવા અને યાદે બનાવા માટે પ્રેરિત કર્યાં છે. તેના ઓફિસિયલ ઇન્સ્ટા હેન્ડલ (Insta handle) પર પોસ્ટ કરી શિલ્પા શેટ્ટીએ તેના ફેન્સને ખુબ જ સુંદર સંદેશો પાઠવ્યો છે. તો ચાલો જાણીએ 'શિલ્પાએ આપેલા મંત્ર વિશે'.
જાણો 'શિલ્પાએ આપેલા મંત્ર વિશે'.
'શિલ્પા આ મંત્ર' દ્વારા ચાહકોને કહ્યું છે કે, ખુશ રહેવું શા માટે મહત્વનું છે. પોસ્ટ શરૂ કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, "ખુશ રહેવું તમારા હાથમાં છે. કોઈના ખુશ થવાની કે પછી વીકએન્ડના કોઈ ખાસ પ્રસંગની રાહ શું કામ જોવી જોઇ, જ્યારે પણ તમારે પ્રાઇવસીની જરૂર જણાય તો તરત જ તમારા વ્યસ્ત શેડયૂલમાંથી 2 કલાકનો સમય કાઠી લો અને તમારા સમયની મજા માણો. જો તમે કોઈ પુસ્તક વાંચવા માગતા હોય તો પુસ્તક ખરીદી લો તેમજ તમારી જાતને દરરોજ ઓછામાં ઓછો એક કલાક આપો. જો તમે પેઇન્ટ કરવા માંગતા હો, નૃત્ય કરવા માગતા હોય, ગીત ગાવા ઉપરાંત વોક કરવાની ઇરછા હોય તો આ બધું કરો તમને જે વસ્તુ કરવાની ઇરછા થાય છે, તે કરી લો તેનાથી તમે ખુશ થશો, જે વસ્તુથી ખુદને ખુશીનો અનુભવ થતો હોય તો એ કરવી જ જોઇએ. આ સંદેશો શિલ્પા શેટ્ટીએ તેના ફેન્સને આપ્યો છે.