મુંબઈ: કાશ્મીરના પંડિતોના મુદ્દાને લઈ દર્દ રજૂ કરતી વિધુ વિનોદ ચોપડાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'શિકારા'એ વિવાદમાં સપડાઈ છે. આ ફિલ્મમાં કાશ્મીરના પંડિતોના મુદ્દાનું વેપારીકરણ કરવાનો આરોપ લાગ્યો છે.
વિધુ વિનોદ ચોપડાની 'શિકારા' વિવાદમાં સપડાઈ - shikara
ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાનું કહેવું છે કે, તેમને આ આરોપથી દુ:ખ થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમની નવી ફિલ્મ 'શિકારા'માં કાશ્મીરના પંડિતોના મુદ્દાનું વેપારીકરણ કરવામાં આવ્યું છે. આ અંગે નિર્દશકે ખુલ્લો પત્ર પણ લખ્યો છે.
તેમણે પત્રમાં યુવા ભારતીયોને સંબોધન કરતા લખ્યું કે, 'શિકારા'થી સંબધીત ઘટનાઓએ મને હેરાન કરી મૂકયો છે. હું એક પ્રભાવિત કાશ્મીર હિન્દુ છુ. કાશ્મીરમાં મારા ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ મારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે મારા પર કાશ્મીરી પંડિતોના વિષયનું વેપારીકરણ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જે નિરર્થક છે. જો હું પૈસા કમાવા માંગતો હોત તો, હું 'મુન્નાભાઇ' અથવા '3 ઇડિયટ્સ'ની સિક્વલ બનાવત. પરંતુ મેં 'શિકારા' બનાવવાનું એટલા માટે નક્કી કર્યું કારણ કે, મેં જોયું છે કે, કોઈના ઘરના નુકસાનનો અર્થ શું છે.
'શિકારા' ફિલ્મ ગત શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બે નવા કલાકારો સાદિયા અને આદિલખાન છે. જે આ ફિલ્મ થકી ડેબ્યું કર્યું છે.