મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની માંગ સતત વધી રહી છે. અભિનેતાના મોતથી સમગ્ર દેશમાં લોકોને દુ:ખ છે. અભિનેતાના ચાહકો પણ સોશિયલ મીડિયા પર સુશાંતના મોતની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે.
આ દરમિયાન અભિનેતા શેખર સુમને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવ્યા હતા. તો આ સાથે જ અભિનેત્રી રૂપા ગાંગુલીએ પણ આ મામલાની CBI તપાસની માગ કરી છે.
શેખરે ટ્વિટ કર્યું હતું કે, "ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે સારે શેર બનને વાલે કાયર સુશાંત કે ચાહને વાલો કે કહેર સે, ચૂહે બનકર બિલ મેં ઘુસ ગયે હૈ...નકાબ ગીર ગયા હૈ....હિપોક્રેચિસ એક્સપોઝ હો ચુકે હૈ..."તેણે વધુમાં કહ્યું કે , "જ્યાર સુધી આ લોકોને સજા નહીં મળે ત્યાર સુધી બિહારના લોકો અને દેશ ચુપચાપ નહી બેસે..બિહાર જિંદાબાદ..."
શેખરનું માનવું છે કે, જો સુશાંતે ખરેખર આત્મહત્યા કરી હોત તો તેણે સુસાઇડ નોટ છોડી હોત. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ' એક વખત માની લઇએ કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે , પરતું તે એક મક્કમ અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો.. તો તે એક સુસાઇડ નોટ તો છોડીને જ જાય. ઘણા લોકોની જેમ, મારું મન પણ કહે છે કે જે તેણે આત્મહત્યા નથી કરી..."
તેમણે બીજા એક ટ્વીટમાં લખ્યું કે, 'સુશાંત બિહારી હતા, તેથી જ બિહારી લોકો વધુ સેન્ટિમેન્ટ છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભારતના તમામ રાજ્યોના લોકોને સુશાંતની આત્મહત્યાથી દુ:ખ પહોંચ્યું છે.. સુશાંત જેવી હાલત કોઅ કોઈ પણ અન્ય યુવા પ્રતિભાને ન થવી જોઈએ, જે પોતાના મેહનતથી આ ઇન્ડસ્ટ્રીમાં સફળ થયા છે. '
શેખરે એમ પણ કહ્યું હતું કે, તેઓ એક ફોરમનું નિર્માણ કરી રહ્યા છે. આ ફોરમની મદદથી તેઓ સરકાર પર દબાણ કરશે કે સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ થવી જોઈએ.
શેખર સિવાય 'મહાભારત'માં' દ્રૌપદી 'નું પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપા ગાંગુલીએ પણ સુશાંતસિંહ રાજપૂતના મોત અંગે CBI તપાસની માગ કરી છે. અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ પર શેર કરી છે.
રૂપાએ તેના ટ્વિટર હેન્ડલ પર સુશાંતનો એક ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, '# CBIFORSHUSHANT'. તેમણે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ તેમની પોસ્ટમાં ટેગ કર્યા છે.અભિનેત્રીએ લખ્યું છે કે, "શું તપાસ ઝડપથી ચાલી રહી છે.? અને કેમ ફોરેન્સિક ટીમ 15 જૂને ત્યાં પહોંચી હતી." આ પછી, અભિનેત્રીએ સતત ટ્વિટ કરીને લખ્યું, " પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાં કોઈ ઝેરી પદાર્થ હોવાના પુરાવા હતા? CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને જોયું હતું કે કોઈએ ઘરમાં પ્રવેશ કર્યો છે કે નથી.? પોલીસે તેને આત્મહત્યાની જાહેરાત કેવી રીતે કરી દીધી? જ્યારે કોઈ સ્યુસાઇડ નોટ નહોતી તો પોલીસ આવું કેવી રીતે કરી શકે છે "
અગાઉ, સોનુ નિગમ, સોના મહાપત્રા સહિતના અન્ય ઘણા સેલેબ્સે પણ સુશાંતના મૃત્યુની CBI તપાસની માગ કરી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ તેના મુંબઈ ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે આટલું મોટું પગલું કેમ લીધું તે અંગે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે. આ માટે પોલીસ તેમના નજીકના લોકોની પણ પૂછપરછ કરી રહી છે.