ગુજરાત

gujarat

ETV Bharat / sitara

‘પાની’ ફિલ્મ બનશે તો દિવંગત સુશાંતસિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવશે - શેખર કપૂર ફિલ્મ પાની સમર્પિત સુશાંત સિંહ રાજપૂતને

ફિલ્મ નિર્માતા શેખર કપૂરે 'પાની'માં મુખ્ય ભૂમિકા માટે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સાઇન કર્યો હતો, પરંતુ આ ફિલ્મ બેક બર્નરમાં જતી રહી. હવે શેખરે ટ્વિટ કરીને કહ્યું કે જો તે બનાવવામાં આવેશે તો ફિલ્મ સુશાંતને સમર્પિત કરવામાં આવશે.

etv bharat
પાની ફિલ્મ બનશે તો દિવંગત સુશાંતસિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવશે

By

Published : Jul 22, 2020, 9:21 PM IST

મુંબઇ: ફિલ્મ નિર્માતા શેખર કપૂર ઇચ્છે છે કે, દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેમના (કપૂર) એક કામ દ્વારા કાયમ યાદ કરવામાં આવે. તે કામ દ્વારા, જેને કપૂરે હંમેશાં ખૂબ જ વિશેષ માનતા રહ્યા છે.

કપુરને આશા છે કે, એક દિવસ તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'પાની' બનશે, અને તે પછી તે સુશાંતની યાદમાં આ ફિલ્મ અર્પણ કરશે.

શેખરે 'પાની'માં મુખ્ય ભૂમિકા માટે દિવંગત અભિનેતાને સાઇન કર્યો હતો, પરંતુ આ ફિલ્મ બેક બર્નર પર ગઈ.

તેમણે બુધવારે ટ્વિટ કર્યું કે, "જો તમે દેવતાઓ અથવા તમારી સર્જનાત્મકતા સાથે પ્રવાસ કરવા ઇચ્છા હોય, તો તમારે ભકિતના પગલે ચાલવું પડશે.વિનમ્રતામાં. ભગવાનના આશીર્વાદથી એક દિવસ 'પાની' બનીને રહેશે. જો તે બનવી હશે તો આ ફિલ્મ સુશાંતને સમર્પિત કરવામાં આવશે. પરંતુ આ ફિલ્મમાં ભાગ લેનારા લોકો માનવતા પર ચાલવા હશે ના કે અહંકાર પર. "

સુશાંત સિંહ રાજપૂતને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યા હતા. ગયા મહિને 14 જૂને મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાને અભિનેતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસ હજી મોતની તપાસ કરી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details