મુંબઈ: આ ફિલ્મ સુશાંત સિંહ સાથે સાઇન કરવામાં આવી હતી. જેને યશરાજ ફિલ્મ્સ સાથે મળીને શેખર કપૂર બનાવવાના હતા. ‘પાની’ વિશે શેખર કપૂરે કહ્યું કે, ‘જો તમે ભગવાન અથવા તો ક્રીએટિવિટી સાથે તમારી જર્ની આગળ વધારવા માગો છો તો તમારે દરેક પગલું ભક્તિભાવથી ભરવું પડશે. જો ભગવાનની કૃપા રહી અને જો ‘પાની’ બનાવવામાં આવશે તો હું એને સુશાંતને સમર્પિત કરીશ.
શેખર કપૂર એ ફિલ્મ બનાવશે, જેના બંધ થવાથી સુશાંત સિંહ ઉદાસ હતો - પાની
શેખર કપૂરે જણાવ્યું છે કે જો ક્યારેક ‘પાની’ બનાવવામાં આવશે તો એ સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવશે.
શેખર કપૂર કહ્યું કેમ પાની ભવિષ્યમાં સાચી થઇ શકે
શેખર કપૂરની ‘પાની’ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં સૌપ્રથમ સુશાંત સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને લઈને તેઓ બંને ખૂબ રોમાંચિત હતા. સુશાંતે આ ફિલ્મ માટે અગિયાર મહિના સુધી તૈયારી કરી હતી, પરંતુ શૂટિંગ ક્યારેય શરૂ થઈ શક્યું નહીં. બાદમાં જાણવા મળ્યું કે, શેખર કપૂર અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મમાંથી સુશાંતને બહાર કરવામાં આવ્યો હતો.