મુંબઈઃ પટકથા લેખક-દિગ્દર્શક આર.કે.બાલ્કીએ એક ઇન્ટરવ્યુમાં નેપોટિઝમ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં વધુ સારા કલાકાર બતાવો અને પછી ચર્ચા કરીએ. દિગ્ગજ ફિલ્મમેકર શેખર કપૂર, પટકથા લેખક અને ફિલ્મના સંપાદક અપૂર્વ અસારનીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
શેખર કપૂરે શુક્રવારે ટ્વીટ કર્યું, 'બાલ્કીનો હું તમારો ખૂબ આદર કરું છું, પરંતુ ગઈરાત્રે ફરી એકવાર મેં 'કાઇ પો છે' જોયું. એ સમયે ત્રણ એકદમ યુવાન કલાકારો હતા અને દરેક અભિનેતાએ સારો અભિનય કર્યો છે.'
આર.બાલ્કીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, 'સવાલ એ છે કે તેઓ સ્ટાર કિડ્સ છે. દરેક પાસાના ફાયદા અને ગેરફાયદા હોય છે, પરંતુ હું એક સીધો સવાલ પૂછવા માંગું છું? મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં સારા કલાકાર બતાવો અને પછી આપણે ચર્ચા કરીશું.'