મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મના મુદ્દે વિવાદ ચાલી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના લોકો એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે.હાલમાં જ અભિનેત્રી કંગના રનૌતે કરણ જોહર અને આદિત્ય ચોપડા પર ઘણા આક્ષેપો કર્યા હતા. હવે અભિનેતા શત્રુઘ્ન સિંહા પણ આ ચર્ચામાં જોડાયા છે.
શત્રુઘ્ન સિંહાએ કરણ જોહરના શો "કોફી વિથ કરણ" પર આપી પ્રતિક્રિયા - કોફી વિથ અર્જુન
સુશાંત સુસાઇડ કેસ બાદ બોલિવૂડમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. જેમાં હવે અભિનેતા શત્રુઘ્ન સિંહા પણ જોડાયા છે. અભિનેતાએ કરણ જોહરના પોપ્યુલર શોને લઇ કહ્યું કે અમારા સમયમાં 'કોફી વિથ અર્જુન'ન હતા કે ન તો આવા કોઇ પહેલાથી આયોજિત કાર્યક્રમો હતા.
શત્રુઘ્ને કહ્યું કે, 'અમારા સમયમાં કોફી વિથ અર્જુન જેવા શો ન હતા અને ન તો આ પ્રકારના પહેલાથી આયોજિત કાર્યક્રમો હતા.' (આ વાત કરણ જોહરના લોકપ્રિય શોની "કોફી વિથ કરણ"ને લઇને કહેવામાં આવી હતી.) તેમણે કહ્યું કે, 'ફિલ્મ ઉદ્યોગ એ કોઈની સંપત્તિ નથી....કે કોઇ એમ કહે કે આ વ્યક્તિ અહીં રહી શકે છે કે નહીં'.
કંગનાએ પણ નેપોટિઝ્મને લઇ ઘણા લોકોને નિશાન બનાવ્યા છે. હાલમાં જ કંગનાએ તાપ્સી પન્નુ અને સ્વરા ભાસ્કરને બી-ગ્રેડ અભિનેત્રીઓ ગણાવી હતી. જે બાદ આ ત્રણેય અભિનેત્રીઓમાં વચ્ચે ચર્ચા શરૂ થઇ હતી.