મુંબઈ: ફિલ્મ નિર્માતા શશાંક ખેતાને લોકોને ફિલ્મોમાં કાસ્ટીંગ માટેના બનાવટી ફોન કોલ્સથી સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે તેમના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે હાલમાં ન તો ધર્મા પ્રોડક્શન કે ન તો વરુણ ધવનની ફિલ્મ 'મિ. લેલે' માટે કોઈ કાસ્ટીંગ થઈ રહ્યું છે.
વરુણ ધવનની મિ. લેલે માટે કોઈ કાસ્ટીંગ નથી થઈ રહ્યું: શશાંક ખેતાન - વરુણ ધવન
ફિલ્મ નિર્માતા શશાંક ખેતાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે હાલમાં ન તો ધર્મા પ્રોડક્શન કે ન તો વરુણ ધવન ની ફિલ્મ 'મિ. લેલે' માટે કોઈ કાસ્ટીંગ થઈ રહ્યું છે. સમગ્ર વાત અફવા છે. કલાકારો આવી અફવાઓથી સાવધ રહે.
વરુણ ધવનની મિ. લેલે માટે કોઈ કાસ્ટીંગ નથી થઈ રહ્યું: શશાંક ખેતાન
તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મહેરબાની કરીને એવા લોકોથી સાવધ રહો જે દાવો કરે છે કે તેઓ ધર્મા પ્રોડક્શન તરફથી છે. 'મિ. લેલે' હાલમાં નથી બની રહી. આવા છેતરપિંડી કરનારા લોકોથી ચેતવું.”
“ મને સતત એવા ફોન મેસેજ આવી રહ્યા છે જેમાં કલાકારો મને કહી રહ્યા છે કે ધર્મા પ્રોડક્શનના કોઈ નિતેશ શર્માએ તેમને ફોન કરીને બનાવટી કાસ્ટીંગ વિશે જણાવ્યું. અને ઓડિશન માટે પૈસા માંગ્યા. પ્લીઝ જાણી લો કે આ એક અફવા છે આ નામનું કોઈ વ્યક્તિ ધર્મા પ્રોડક્શન સાથે કામ નથી કરતું.”