ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રવીના ટંડને શેર કરી અલગ-અલગ મૂડવાળી તસ્વીરો, બ્યૂટી જોઇને ફેન્સ થયાં ઘેલા

અમદાવાદઃ 90ના દાયકામાં જે અભિનેત્રીઓની બોલીવુડમાં બોલબાલા હતી. તેમાં સૌથી પહેલું નામ રવીના ટંડનનું આવે છે. રવીના એક એવી અભિનેત્રી છે જેણે બોલીવુડના ત્રણેય ખાન ખાન સાથે કામ કર્યું છે અને હિટ ફિલ્મો આપી છે. ગોવિંદાની સાથે રવીનાની જોડીને સૌથી વધારે પસંદ કરવામાં આવી. અત્યારે રવીના ટંડન ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ તેની પોપ્યુલારિટી જરાપણ ઓછી થઈ નથી. તાજેતરમાં જ રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઇને લોકો તેને 'ટાઇમલેસ બ્યૂટી' ગણાવી રહ્યા છે.

રવીના ટંડને શેર કરી અલગ-અલગ મૂડવાળી તસ્વીરો, બ્યૂટી જોઇને ફેન્સ થયાં ઘેલા
રવીના ટંડને શેર કરી અલગ-અલગ મૂડવાળી તસ્વીરો, બ્યૂટી જોઇને ફેન્સ થયાં ઘેલા

By

Published : Sep 7, 2021, 1:30 PM IST

  • રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
  • ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં જોવા મળ્યો કાતિલ અંદાજ
  • તસવીરો જોઇ ફેન્સે અભિનેત્રીને ગણાવી 'ટાઇમલેસ બ્યૂટી'
  • રવીનાના અલગ-અલગ ફેશિયલ એક્સપ્રેશન

આ પણ વાંચો-અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા આઇસીયૂમાં દાખલ, યૂકેથી ભારત પરત આવ્યા અભિનેતા

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી રવીના ટંડને પોતાના સત્તાવાર ઈન્સ્ટા હેન્ડલથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રવીનાના અલગ-અલગ મૂડ જોવા મળી રહ્યા છે. રવીનાએ આ તસવીરોમાં જેકેટ પહેરેલું જોવા મળી રહ્યું છે. ખૂલ્લા વાળ અને લાઈટ મેકઅપ રવીનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ તસવીરોમાં સૌથી વધારે સુંદર રવીનાની આંખો લાગી રહી છે, જે અલગ-અલગ મૂડ્સને વ્યક્ત કરે છે. તમામ તસવીરોમાં રવીના ટંડનના અલગ-અલગ ફેશિયલ એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે, જે એકથી એક ચઢિયાતા છે. કોઈ તસવીરમાં તેનો હૉટ લૂક જોવા મળી રહ્યો છે, તો કોઈક તસવીરમાં તેના ઇનોસેંસ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો-આ તારીખે રિલીઝ થશે સલમાનની ફિલ્મ 'અંતિમ'નું ગીત, વરુણ ધવનનો ધમાકેદાર ડાન્સ જોવા મળશે મનગમતો ડ્રેસ ફિટ આવતા થઈ રાજી-રાજી

ઉલ્લેખનીય છે કે, રવીનાએ જે તસવીરો શેર કરી છે તેનું કેપ્શન જણાવે છે કે, અભિનેત્રી તેનો મનગમતો ડ્રેસ આવવાથી ઘણી જ ખુશ છે. રવીનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, 'બસ અમસ્તા. ફિટિંગ રૂમના મૂડ્સ જ્યારે પોતાની પસંદની ડ્રેસમાં તમે ફિટ થઈ જાઓ.' આ કેપ્શનને જોઈને એવું લાગી રહ્યું છે કે રવીનાની આ તસવીર ફિટિંગ રૂમની છે, જ્યાં તે પોતાની પસંદની આ ડ્રેસને ટ્રાય કરી રહી હતી અને તે ફિટ આવતા તેણે પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details