ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શરદ કેલકર આ મરાઠી ફિલ્મથી ફિલ્મ નિર્માતા તરીકે કરશે ડેબ્યુ - શરદ કેલકર નિર્માતા ડેબ્યુ

તાનાજી અભિનેતા શરદ કેલકર મરાઠી ફિલ્મ 'ઇદક'થી નિર્માતા તરીકે ડેબ્યુ કરશે. આ ફિલ્મને દિપક ગાવડે ડાયરેક્ટ કરી રહ્યાં છે.

શરદ
શરદ

By

Published : Aug 19, 2020, 8:56 AM IST

મુંબઇ: અભિનેતા શરદ કેલકર ઇદક નામની મરાઠી ફિલ્મથી નિર્માતા તરીકે પદાર્પણ કરી રહ્યાં છે. શરદે કહ્યું કે, "મને હંમેશા સારી વાર્તા દર્શકો સુધી પહોંતાડવા માંગચો હતો. નિર્માતા બનવાની પાછળનો વિચાર અસરકારક વાર્તાઓ સાથે આવવાનો છે, તેમને સારી પેઇન્ટ કરવી ખૂબ જરુરી છે અને સ્ટોરીને સારી રીતે રજૂ કરવા અને પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે એક કાર્યક્ષમ ટીમ હોવી જોઈએ. હું હંમેશાં પ્રાદેશિક સિનેમાને મહત્ત્વ આપુ છું અને નિર્માતા તરીકે મરાઠી ફિલ્મથી ડેબ્યુ કરવું એ એ મારા મૂળ તરફ પાછા જવા જેવું છે."

દિપક ગાવડે દ્વારા દિગ્દર્શિત ઇદક ફિલ્મ એક 32 વર્ષીય નામ્યાની આસપાસ ફરે છે, જે તીર્થયાત્રા પર જાય છે અને તેની માતા દ્વારા તેને બકરીની બલિ ચઢાવવા કહેવામાં આવે છે. ફિલ્મમાં સંદીપ ફાટક અને ઉષા નાયક મુખ્ય ભૂમિકામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, શરદ અક્ષય કુમાર અભિનીત લક્ષ્મી બોમ્બ અને અજય દેવગણ અભિનીત ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details