ન્યૂઝ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ખેલાડી શેન વોર્નનું ગઈકાલે શુક્રવારે રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન (shane warne Pases Away) થયું હતું. તેમણે 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. આ મહાન ખેલાડીના અચાનક નિધનથી ચાહકો આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સામુઈના એક વિલામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેનો જીવ બચાવી શકાયો ન હતો. શેન વોર્નના નિધન પર સેલેબ્સ પણ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે શેન વોર્નના નિધન પર શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે, 'મહાન સ્પિન બોલરોમાંથી એક શેન વોર્નના આકસ્મિક નિધનથી આઘાત અને દુખ થયું, તે મેદાન પર એક જાદુઈ પર્ફોર્મર હતો, મને લંડનની હોટલની લોબીમાં તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું. RIP, અમે તમારી પ્રતિભાને યાદ કરીશું.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ દક્ષિણના અભિનેતા મહેશ બાબુએ પણ દિવંગત ક્રિકેટર શેન વોર્નના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિગ્ગજ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપતા, અભિનેતાએ ટ્વિટ કર્યું અને લખ્યું, "આ સમાચારથી આઘાત અને દુઃખી, વિશ્વ ક્રિકેટ માટે ખૂબ જ દુઃખદ દિવસ, RIP રોડ મોર્શ અને શેન વોર્ન, તમને ખૂબ જ યાદ કરવામાં આવશે."
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ આ પણ વાંચો:shane warne dies : દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનું મોજું
આ સિવાય બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે પણ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતાએ લખ્યું, 'આ સમાચારે મારા જેવા લાખો લોકોને આઘાત અને અવિશ્વાસમાં મૂકી દીધા છે, તે ખૂબ જ જલ્દી ચાલ્યો ગયો, તમારી આત્માને શાંતિ મળે, સ્પિનના રાજા'.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ સાથે અભિનેતા રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેન વોર્નની એક તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. રણવીરે તૂટેલા હૃદયની ઈમોજી શેર કરી છે.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ બોલિવૂડ એક્ટર અજય દેવગણે પણ શેન વોર્નના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરતા ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, 'મહાન પુરુષો ક્યારેય મરતા નથી, આ સાથે તેણે કેપ્શન સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી છે.
shane warne Pases Away: શેન વોર્નના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમારથી લઈને શિલ્પા શેટ્ટીએ અર્પી શ્રદ્ધાંજલિ શેર કરેલી આ તસવીર તે સમયની છે, જ્યારે રાજસ્થાન રોયલ્સમાં શિલ્પા શેટ્ટી અને શેન વોર્ન IPLમાં સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચો:શિલ્પા શેટ્ટીએ 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં રોહિત શેટ્ટીને મારી લાત, જુઓ વીડિયો