ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી સમંથા રૂથ પ્રભુનું તેની આગામી (Film Shakuntalam) પૌરાણિક કથા આધારિત પ્રેમ ગાથાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ (Shakuntalam First Look Release) કરવામાં આવ્યું છે. પરી જેવા પોશાકમાં સજ્જ, શાકુંતલમમાંથી સામંથાનો પહેલો દેખાવ કોઈ સુંદર પેઇન્ટિંગથી ઓછો નથી.
પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું...
પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું, "પ્રસ્તુત.. કુદરતના પ્રિય.. એથરિયલ અને ડિમ્યુર.. #શકુંતલા." સામંથાના ફર્સ્ટ લૂકમાં જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મમાં તેણી કેવા પ્રકારની ભૂમિકા ભજવશે. કાલિદાસના લોકપ્રિય ભારતીય નાટક શાકુંતલા પર આધારિત, આ ફિલ્મ ગુણશેખર હેઠળ નિર્દેશિત કરવામાં આવી છે. આ સાથે મલયાલમ અભિનેતા દેવ મોહન રાજા દુષ્યંતની ભૂમિકા ભજવશે, જ્યારે અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ અર્હા રાજકુમાર ભરતની ભૂમિકા ભજવશે.