મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટ્રેલર રિલીઝ થયું છે.
આ ફિલ્મમાં શકુંતલા દેવીના બાળપણથી લઈને તેની મા સુધીની સફર દર્શાવવામાં આવી છે. જેમાં તેના સંઘર્ષના વિવિધ તબક્કા રજૂ કરાયા છે. આ ટ્રેલરમાં તેની ઝલક જોવા મળે છે.
ફિલ્મમાં વિદ્યા બાલન સિવાય સાન્યા મલ્હોત્રા જોવા મળે છે. જે તેની દીકરીનું પાત્ર ભજવે છે. તેમજ જીશુ સેનગુપ્તા અને અમિત સાધ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
અનુ મેનના નિર્દેશનના બનેલી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર 31 જુલાઈએ રિલીઝ થશે.